વેરાવળ તાલુકાના ભીડિયા ખાતે સેવાસેતુ” કાર્યક્રમને ખુલ્લો મુકતાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

સમગ્ર રાજ્યમાં છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે માટે સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યા છે. તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે વેરાવળ તાલુકાના “કેવટ ભુવન”ખારવા સમાજની વાડી, ભીડિયા ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલા દ્વારા સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારેલા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ આજે સવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ કેવટ ભુવન”ખારવા સમાજની વાડી, ભીડિયા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમજ વિવિધ લાભાર્થીઓને આપવામાં આવતી વિવિધ સેવાઓનો નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના વિવિધ લાભોથી લાભાન્વિત થવા માટે વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

આ અવસરે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રાંત અધિકારી કે.વી. બાટી ,મામલતદાર શામળા સહિતના અધિકારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment