હિન્દ ન્યુઝ, ઝાલોદ
૩૦ ડિસેમ્બરે ના રોજ જય જય શ્રી રામના નારોઓ સાથે ઝાલોદ તાલુકાના લીમડી નગર માં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની લીમડી નગરમાં ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવી.
ઝાલોદ તાલુકાના લીમડી ગામે અયોધ્યામાં થઈ રહેલ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમત્તે ઝાલોદ તાલુકાના લીમડી નગર માં અયોધ્યા થી અક્ષત કળશ આવેલ ની રામ ભક્તો તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તાઓ દ્વારા લીમડી નગરમાં અક્ષત કળશને રામજી મંદિર થી લઈ નગરમાં ઢોલક ના તાલે નાચતે ગાજતે જય શ્રી રામ ના નારો સાથે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી જેમાં લીમડી નગર ના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ના કાર્યકર્તા તેમજ ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ના સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : દેવ હરિજન, ઝાલોદ
