ઝાલોદ પંથકમાં નવીન રસ્તાઓ નું કામકાજ પુરઝડપે શરુ 

હિન્દ ન્યુઝ, ઝાલોદ 

     ઝાલોદ પંથકમાં છેલ્લા ઘણા સમય થી બિસ્માર હાલતમાં રોડ હોવાની વિગતો તેમજ રજૂઆતો જણાય આવી હતી. જેમાં બિસ્માર રોડની હાલત હોવાના કારણે ધૂળ તેમજ નાના મોટા ખાડાઓ ના કારણે અકસ્માત સર્જાયા હોય તે સંદર્ભે વારંવાર વોર્ડ ના સભ્યો ને જાણ કરતા રહેતા હોવાના પગલે તેવો દ્વારા ઝાલોદ નગરપાલિકા ના વહેવટદાર ને બિસ્માર રોડ તોડીને લોકોની સહુલત પ્રમાણે નવીન રોડ બનાવા લોકો વતી માંગ કરી હતી. તે અનુંસધાને હાલ ઝાલોદ નગર ના અનેક વિસ્તાર વલકતળાઈ હનુમાનજી મંદિર રોડ તથા લુહારવાડા રાયણ ફળિયા અષ્ટ વિનાયક સોસાયટી જેવા અનેક વિસ્તારોમાં સારી ગુણવતા સાથેના નવીન રોડ રસ્તાઓ બનાવામાં આવેલ. હાલ નગરમાં અન્ય વિસ્તારોમાં પણ નવીન રસ્તાઓ માટે વિકાસના કામો શરૂ હોય તેવી વિગતો જણાય આવે છે. આમ લોકોની મુખ્ય પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તા સારા મળી રહેતા લોકોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળી આવ્યો છે.

રિપોર્ટર દેવ હરિજન, ઝાલોદ

Related posts

Leave a Comment