બાગાયત ખાતાની ફળ રોપા ઉછેર કેન્દ્ર (નર્સરી મહુવા)થી દેશી નાળિયેરીનાં રોપા મેળવો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ગુજરાત સરકારનાં બાગાયત ખાતા હસ્તકની નર્સરી, બંદર રોડ, મહુવા, જિ.-ભાવનગર દ્વારા નાળિયેર રોપા (દેશી)નું વેચાણ શરૂ છે. આથી જે કોઈ ખેડૂતભાઈઓને દેશી નાળિયેરીનાં રોપાની જરૂરિયાત હોય, લેવા ઇચ્છતા હોય તો તેઓએ ફળ રોપા ઉછેર કેન્દ્ર-નર્સરી, બંદર રોડ, મહુવા, જિ.-ભાવનગર રૂબરૂ આવી ખરીદી કરવાની રહેશે.

દેશી નાળિયેર રોપા લેવા ઇચ્છુક ખેડુતોએ ૮-અ (ઓરીજનલ) અને આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. એક રોપા દીઠ રૂ.૭૦/-ના ભાવે વહેલા તે પહેલાનાં ધોરણે રોપા આપવામાં આવશે. નર્સરીનાં કામકાજનાં દિવસે સવારે ૮ થી ૧૨ અને બપોરે ૨ થી ૬ સુધીમાં રોપા લેવા રૂબરૂ આવવાનું રહેશે તેમ મદદનિશ બાગાયત નિયામક, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment