ભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તા. ૦૬/૦૧/૨૦૨૪ નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાનાર છે.

આ સ્પર્ધાની વયજુથમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ, બ- વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષની વયજુથ સુધીનાં જેટલા પણ સ્પર્ધકોએ કચેરી ખાતે અરજી ફોર્મ મોકલેલ છે તેઓએ તા.0૬/૦૧/૨૦૨૪ના રોજ લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ પાસે ભાવનગર ખાતે સવારે ૯ કલાકથી ક્રમશ: સ્પર્ધામાં ઉપરોક્ત સ્પર્ધાની તારીખ અને સ્થળ ધ્યાને લઈને ભાગ લેવા આવવાનું રહેશે.

શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનકક્ષા (પ્રદેશકક્ષા)માં ભાવનગર શહેર/ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે. બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં વકતૃત્વ સ્પર્ધા ઇવેન્ટનાં વિષયો તા.૦૫/૦૧/૨૦૨૪ નાં રોજ કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી અથવા કચેરી ખાતેથી મેળવી શકાશે. તમામ શાળાઓને તેના ઇ-મેઈલ એડ્રેસ પર પણ જાણ કરેલ છે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

 

 

Related posts

Leave a Comment