બોટાદ જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનાં આયોજન સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ખાતે તા.17 સપ્ટેમ્બરનાં રોજ આયોજિત જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી.ડી.પલસાણાનાં અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરએ આ કાર્યક્રમની અમલીકરણ સમિતિનાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે તેમણે જિલ્લા આરોગ્ય અધિકારીને ફ્રી મેડિકલ કેમ્પનાં આયોજન બાબતે તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકને સ્વસહાય જૂથોને ચેક વિતરણનાં કાર્યક્રમનું સફળ આયોજન થાય તે બાબતે સૂચિત કર્યાં હતાં. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં આરોગ્યમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિક્ષા બેઠકમાં એસપી, નિવાસી અધિક કલેક્ટર સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : સંજય…

Read More

બોટાદ પીજીવીસીએલ : તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ જરૂરી સમારકામ કામગીરી અર્થે બોટાદ શહેરના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ પીજીવીસીએલ,પેટાવિભાગીય કચેરીના નાયબ ઈજનેરશ્રી તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે કે, તા. ૧૮/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ જરૂરી સમારકામ કામગીરી અર્થે બોટાદ શહેર પેટા વિભાગીય કચેરી ૧ અંતર્ગત આવતા તથા ૬૬ કેવી બોટાદ સબ સ્ટેશન ૨ (કપલીધાર સબ સ્ટેશન) થી નીકળતા ૧૧ કેવી ગાયત્રીનગર અર્બન તથા ૧૧ કેવી સોનાવાલા અર્બન હેઠળ આવતા સારંગપુર રોડ, ખસ રોડ, ટાઢાંની વાડી, સોનાવાલા હોસ્પિટલ આજુબાજુનો વિસ્તાર, ભરવાડ વાસ, અળવ રોડ, ખોડિયાર નગર ૧, ખોડિયાર નગર ૨, રેલવે સ્ટેશન પાસેનો વિસ્તાર, મિલેટ્રી રોડ વિસ્તારમા સવારે ૮.૦૦ વાગ્યેથી બપોરે ૨.૦૦ વાગ્યે સુધી પાવર કાપ…

Read More

ગીર સોમનાથમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તા.૧૭ સપ્ટે.ના રોજ “વિશ્વાસથી વિકાસ યાત્રા”કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથમાં પણ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે. નગરપાલીકા ટાઉનહોલ,વેરાવળ ખાતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વસહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ તા.૧૭-૯-૨૦૨૨ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના અંતર્ગત ગ્રામસંગઠનોને કેશ ક્રેડીટ  કેમ્પના વિવિધ લાભો એનાયત કરવામાં આવશે તેમજ  વિશ્વાસથી વિકાસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે.

Read More

ગીર સોમનાથ જિલ્લામાં કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અન્વયે બાગાયતદાર ખેડૂતો પાસેથી આઈ-ખેડૂત પોર્ટલ મારફત અરજી મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીરસોમનાથ જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યકમ યોજના” (એચ.આર.ટી.-૨,૩,૪) ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઈ-ખેડુતપોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.             આ કાર્યક્રમ હેઠળ વ્યકતિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા ૨.૦૦ હેક્ટર અને મહત્તમ ૪.૦૦ હેકટરની મર્યાદામાં તેમજ એફપીઓ, એફપીસી, સહકારી મંડળી ના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા ૨.૦૦ હેક્ટર તથા મહત્તમ ૫૦.૦૦ હેક્ટર. સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે. તેમજ બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, ગેપ સર્ટિફિકેશન ,પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં…

Read More

કેફી પદાર્થની લતથી પતિએ પત્ની અને દીકરીને ઘરની બહાર કાઢી મૂક્યા, વેરાવળ અભયમની ટીમે મદદ કરતા પરિવાર વિંખાતા અટક્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેફી પદાર્થની લતમાં વ્યક્તિને સારા અને ખરાબની ભાન જ રહેતી નથી. આવો જ કિસ્સો વેરાવળમાં બન્યો હતો જ્યાં કેફી પદાર્થનાં સેવન બાદ પતિ નશાની હાલતમાં રોજ પત્નીને મારઝૂડ કરતો છતાં પીડિત મહિલા મૂંગા મોઢે સહન કરતી. હદ તો ત્યારે આવી જ્યારે નશામાં ચકચૂર પતિએ પત્ની તેમજ દીકરીઓને અપશબ્દો બોલી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ ઘટનાની પાડોશીઓને જાણ થતાં તેમણે ૧૮૧ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ કરવા માટે વિનંતી કરી. જેથી કોલ મળતાની સાથે જ અભયમમાં હાજર રહેલ કાઉન્સેલર મનીષાબહેન ધોળિયા, કોન્સ્ટેબલ અલ્પાબહેન અને પાઇલોટ રમેશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મહિલા…

Read More

નેશનલ ગેમ્સ-૨૦૨૨ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીઝ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે એ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, આ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગુરૂવારે તા. ૧૫-૦૯-૨૦૨૨નાં રોજ સાંજે ૫.૦૦ વાગ્યે રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદ હોકી મેદાન ખાતે ગુજરાત-એ અને ગુજરાત-બી ટીમ વચ્ચે હોકી મેચ રમાયો હતો. જેમાં માન. મેયર પ્રદિપ…

Read More