બોટાદ જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનાં આયોજન સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ ખાતે તા.17 સપ્ટેમ્બરનાં રોજ આયોજિત જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી.ડી.પલસાણાનાં અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરએ આ કાર્યક્રમની અમલીકરણ સમિતિનાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે તેમણે જિલ્લા આરોગ્ય અધિકારીને ફ્રી મેડિકલ કેમ્પનાં આયોજન બાબતે તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકને સ્વસહાય જૂથોને ચેક વિતરણનાં કાર્યક્રમનું સફળ આયોજન થાય તે બાબતે સૂચિત કર્યાં હતાં. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં આરોગ્યમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમિક્ષા બેઠકમાં એસપી, નિવાસી અધિક કલેક્ટર સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment