કેફી પદાર્થની લતથી પતિએ પત્ની અને દીકરીને ઘરની બહાર કાઢી મૂક્યા, વેરાવળ અભયમની ટીમે મદદ કરતા પરિવાર વિંખાતા અટક્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કેફી પદાર્થની લતમાં વ્યક્તિને સારા અને ખરાબની ભાન જ રહેતી નથીઆવો જ કિસ્સો વેરાવળમાં બન્યો હતો જ્યાં કેફી પદાર્થનાં સેવન બાદ પતિ નશાની હાલતમાં રોજ પત્નીને મારઝૂડ કરતો છતાં પીડિત મહિલા મૂંગા મોઢે સહન કરતી. હદ તો ત્યારે આવી જ્યારે નશામાં ચકચૂર પતિએ પત્ની તેમજ દીકરીઓને અપશબ્દો બોલી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.

આ ઘટનાની પાડોશીઓને જાણ થતાં તેમણે ૧૮૧ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ કરવા માટે વિનંતી કરીજેથી કોલ મળતાની સાથે જ અભયમમાં હાજર રહેલ કાઉન્સેલર મનીષાબહેન ધોળિયાકોન્સ્ટેબલ અલ્પાબહેન અને પાઇલોટ રમેશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મહિલા સાથે વાતચીત કરી હતીજેમાં જાણવા મળ્યું કે, છેલ્લા ૧૦ વર્ષથી મહિલાનો પતિ કેફી દ્રવ્યનું સેવન કરી રહ્યો છેજેની આ કુટેવનાં કારણે તે ખૂબ જ દુ:ખી છે. વધુમાં પીડિતા પાસે કોઈ આવકનું સાધન નથી. જેથી મૂંગામોઢે નશાખોર પતિનો માર સહન કરતી રહી હતીઆ બન્નેને ૩ દીકરીઓ છે. જેને પણ પતિ અપશબ્દ કહીને અપમાનિત કર્યા કરે છે.

ઉપરોક્ત તમામ મુશ્કેલીઓ પછી પીડિતા તેના પતિને સમજાવવા માંગતા હતા. જેથી ટીમે કાયદાનું ભાન કરાવી તમામ કાયદાકિય માહીતી આપી હતી અને દારૂથી થતા નુકશાન વિશે સમજાવ્યું હતું. જે પછી પતિએ પત્નીની માફી માગી હતી અને જે કેફી દ્રવ્યનું સેવન કરે છે. જેને છોડવાની બાહેધરી આપી દીકરીઓના અભ્યાસમાં ખર્ચ આપવા જણાવ્યું હતું. જેથી પીડિતાએ ખુશ થઈને અભયમ ટીમનો દિલથી આભાર વ્યકત કર્યો હતો.

Related posts

Leave a Comment