જુનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લો કોલેજ જૂનાગઢના વિદ્યાર્થી પ્રથમ નંબરે

હિન્દ ન્યુઝ, જુનાગઢ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા આયોજિત જુનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લો કોલેજ-જૂનાગઢના વિદ્યાર્થી હર્ષ સાવલીયાએ ‘ભજન સ્પર્ધા’માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબર હાંસલ કર્યો છે જે બદલ હાર્દિક શુભેચ્છાઓ ખૂબ આગળ વધી કોલેજનું નામ રોશન કરો તેવી ટ્રસ્ટી મંડળ અને કોલેજ સ્ટાફે શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Read More

જૂનાગઢ ખાતે આવેલ જોષીપુરા શ્રી સરદાર પટેલ ની પૂર્ણ કદની પ્રતિમા તેમજ સર્કલ ના નવીનાકરણના કામનું ખાતમુરત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 13 સપ્ટેમ્બર એક ઐતિહાસિક દિવસ છે આજના દિવસે એક ભારતના પ્રણેતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદ ઉપર લશ્કરી કાર્યવાહી કરી અને હૈદરાબાદના નિઝામ પાસે હૈદરાબાદને ભારતમાં વિલીનેકરણ કરવા માટેના દસ્તાવેજ ઉપર સહી કરાવેલ અને હૈદરાબાદ ને ભારતમાં વિલીનીકરણ કરેલ આજના ઐતિહાસિક દિવસને યાદ કરીને જોષીપુરા ખાતે શ્રી સરદાર પટેલ ની પૂર્ણ કદની પ્રતિમા તેમજ સર્કલ ના નવીનાકરણના કામનું ખાતમુરત માનની સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા માનની મેયર ગીતાબેન પરમારકમિશનર રાજેશકુમાર તન્ના તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ વિસ્તારના કોર્પોરેટરઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું રિપોર્ટર…

Read More

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૭૩ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૮/૦૯/૨૦૨૨ થી તા.૧૩/૦૯/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો રામનાથપરા, જાગનાથ પ્લોટ, તથા આજુબાજુમાંથી ૮ (આઠ) પશુઓ, રામેશ્વર પાર્ક, ગોપાલ ચોક તથા આજુબાજુમાંથી ૭ (સાત) પશુઓ, વિવેકાનંદનગર, નંદા હોલ, રાધા કૃષ્ણનગર, સહકાર રોડ વિગેરે વિસ્તારોમાંથી ૨૪ (ચોવીસ) પશુઓ, તિરૂપતિ સોસાયટી, સ્વાતિ પાર્ક, કોઠારીયા સોલવન્‍ટ, ગણેશનગર, રસુલપરા તથા આજુબાજુમાંથી ૨૨ (બાવીસ) પશુઓ, માંડા ડુંગર, રામનગર, ગ્રીન લેન્‍ડ ચોકડી, જડેશ્વર, શ્યામ પાર્ક તથા આજુબાજુમાંથી ૨૦(વીસ) પશુઓ, જીવરાજ પાર્ક, કણકોટ પાટીયા, મવડી તથા આજુબાજુમાંથી ૪૬ (ત્રેસઠ) પશુઓ, ચુનારાવાડ, થોરાડા, ગુજરાત હાઉસીંગ સોસાયટી તથા આજુબાજુમાંથી ૮ (આઠ) પશુઓ, રૈયા ગામ, તથા આજુબાજુમાંથી ૧૪ (ચૌદ) પશુઓ, વેલનાથ, રંભામાની વાડી તથા આજુબાજુમાંથી ૩૭ (સાડત્રીસ) પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૭૩ પશુઓ પકડવામાં આવેલ છે.  

Read More