હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે…
Read MoreMonth: September 2022
વડાપ્રધાનની મુલાકાતને લઇ શહેરે નવાં વાઘા ધારણ કર્યાં
હિન્દ ન્યુઝ, ભાવનગર આજથી જગતજનની માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રીનું પહેલું નોરતું છે. નવરાત્રીના ’નોરતાં’ સાથે વડાપ્રધાનશ્રીને આવકારવાનાં ’ઓરતાં’ સાકાર કરતાં ભાવનગર શહેરે નવાં કલેવર ધારણ કરી એક નવોઢાની જેમ નવાં શણગાર સજીને ભાવેણું વડાપ્રધાનને ભાવસભર રીતે આવકારવાં માટે સજ્જ બન્યું છે. વડાપ્રધાન ઘણાં સમય બાદ ભાવેણાંની ધરતી પર આવી રહ્યાં છે. આ ઉપરાંત આજથી દેશની ’ઓલિમ્પિક સમાન’ નેશનલ ગેમ્સની શરૂઆત આજથી થઇ છે. આજે ’નેટબોલ’ની ગેમથી તેની શરૂઆત થઇ ચૂકી છે. તેવાં અવસરે ભાવેણાંની રમત માટેની ખેલદીલી, દરિયાદીલી સાથે સ્નેહની સરવાણી પણ જનસૈલાબ દ્વારા જોવાં મળવાની છે. …
Read Moreભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ ગેમ્સ જેવો માહોલ : હરિયાણાની ટીમના કેપ્ટન યશસ્વી કૌશિક
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ નેશનલ ગેમ્સ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નેટબોલ ટુર્નામેન્ટનો પુરુષ વર્ગનો પહેલો મેચ ગુજરાત અને હરિયાણાની ટીમ વચ્ચે રમાયો હતો નેટબોલની હરિયાણાની ટીમના કેપ્ટન યશસ્વી કૌશિકે જણાવ્યું હતું કે ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ ગેમ્સ જેવો માહોલ છે ઘણા લાંબા સમય બાદ નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે આથી ટીમમાં નવા ખેલાડીઓ છે આમ, નવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ભાવનગરવાસીઓને મેચ જોવા આવવા અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં સરસ આયોજન કરવામાં આવ્યું…
Read Moreભાવેણાવાસીઓને ગુજરાતની નેટબોલ ટીમને સપોર્ટ કરવા અપીલ : વિકાસ પ્રજાપતિ
હિન્દ ન્યુઝ, ભાવનગર ૩૬ મી નેશનલ ગેમ્સનું ભાવનગર ખાતે તા. ૨૬/૦૯/૨૦૨૨ થી નેટબોલ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે નેટબોલ ટીમના કેપ્ટન વિકાસ પ્રજાપતિએ ભાવેણાવાસીઓને ગુજરાતની નેટ બોલ ટીમને સપોર્ટ કરવા માટે અપીલ કરી હતી આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહ બાદ પ્રથમ ટુર્નામેન્ટ ગુજરાતની હરિયાણા સામે રમાઈ હતી ત્યારે નેટબોલ ગુજરાતના કેપ્ટન વિકાસ પ્રજાપતિએ ભાવનગરવાસીઓને નેટબોલની ગુજરાતની તેમને સ્પોર્ટ કરવા માટે ભાવભરી અપીલ કરી છે ગુજરાતની ટીમનો આગામી મેચ ૨૭ સપ્ટેમ્બર ના બપોરે ૨.૩૦ વાગ્યે મધ્યપ્રદેશ સામે તેમજ ૨૮ સપ્ટેમ્બરના ૨.૩૦ વાગ્યે પંજાબ સામે રમાશે.
Read Moreશ્રી જાળિયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં ચબૂતરાનું ઉ્દઘાટન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીમાત્રના રક્ષણની વાત કરવામાં આવી છે. સમાજમાં અનેક પરોપકારી લોકો માટે વિવિધ રીતે પક્ષીઓની સેવા કરે છે. કોઇ તેના માટે ચણ નાંખે છે. તો કોઇ તેના માટે અન્ય ખોરાકની વ્યવસ્થા કરે છે. તે અંતર્ગત શ્રી જાળિયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં ચબૂતરાનું ઉ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પક્ષીઓ માટે જુવાર, પીવાના પાણી ભરવાં માટે એક પીપ, પાણીના કુંડ અને શાળાના ૩૭૦ બાળકો માટે બિસ્કીટ,બોલપેન અને ડબ્બીઓ આપવામાં આવી હતી. અંદાજિત ૪૦ હજાર જેટલી રકમની ભેટ આ રીતે શાળામાં આપવામાં આવી હતી. આ તમામ વસ્તુઓના દાતા શ્રી…
Read Moreસિહોર ખાતે રોજગાર નિમણૂંક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર નિમણૂંક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ આજે સામાજિક ન્યાય અને અધિકારિતા શ્રી આર.સી મકવાણાની ઉપસ્થિતિમાં સિહોર ખાતે યોજાયો હતો. ટાઉન હોલ ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે, મહેનત વગર સિધ્ધિ મળતી નથી. તમારી જાતમાં કોઇ નિપુણતા કેળવો જેથી લોકો તમને પૂછતાં આવે. આજે જાતજાતના નવાં અભ્યાસક્રમો શરૂ થયાં છે તેની તાલીમ મેળવી પોતે પગભર બનવાં સાથે સમાજ વિકાસમાં પણ યોગદાન આપે તે આજના સમયની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું કે, રોજગાર ખાતાની વેબસાઈટ અનુબંધમ ઉપર ઇન્ટરવ્યું, સ્કિલ મેચિંગ તથા…
Read Moreભાવનગર ખાતે ૬ હજાર યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં આજે યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણના કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત ભાવનગરમાં આ અંગેનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યોજાયો હતો. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આઇ.ટી.આઇ., પોલિટેક્નિક કોલેજો દ્વારા યુવાઓને કૌશલ્યવાન બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે રાજ્યના દરેકે દરેક તાલુકામાં આઇ.ટી.આઇ. ની સ્થાપના કરવામાં આવી છે અને ઉદ્યોગોને સાનુકૂળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, માત્ર તાલીમ આપવી…
Read Moreરાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે. ૧. સિટી બસ (RMTS) સેવા જનરલ- રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૮,૩૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૦૨,૫૧૫ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે સિટી…
Read Moreગીર સોમનાથના ખારવાવાડમાં જર્જરિત મકાન ધરાશાયી, ફાયરટીમે મહિલાને બચાવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળના મચ્છી માર્કેટ, રાયલી ગોદામ, ખારવાવાડ પાસે જર્જરિત મકાન પડવાથી એક મહિલા તેના કાટમાળ હેઠળ દબાયા હતાં. આ ઘટનાની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાને હેમખેમ ઉગાર્યા હતાં અને જગ્યાને કોર્ડન કરી વધુ કોઈ જાનહાની ન થાય તે અંગેના જરૂરી પગલાઓ લીધાં હતાં. આ ઘટનાની વિગત અનુસાર સાંજના સમયે આશરે ૦૫:૪૩ કલાકે તુલસીભાઈ ગોહીલે ફાયરબ્રિગેડને ફોન કરી જણાવ્યું હતું કે, મચ્છી માર્કેટ ખારવાવાડ રાયલી ગોદામ પાસે જર્જરિત મકાન પડ્યું છે. જેમાં એક મહિલા દટાઈ ગયા છે. જેથી સ્ટેશન ફાયર ઓફિસર શ્રી રવિરાજ ચાવડા…
Read Moreરોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૯/૯/૨૦૨૨ થી તા.૨૫/૯/૨૦૨૨) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી…
Read More