હિન્દ ન્યુઝ, બોટાદ ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગુજરાતના પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને તા.૨૮ મી જુન, ૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૯:૩૦ કલાકે બોટાદ જિલ્લાના સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, વ્હાઇટ હાઉસ ખાતે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ નો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાવનગરના સંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર,બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ અને ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની પ્રેરક ઉપસ્થિતી રહેશે.…
Read MoreMonth: June 2022
તા.૨૫ જૂનનાં રોજ ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ
હિન્દ ન્યુઝ, શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત ગુજરાત ટી પ્રોશેષ એન્ડ પેકર્ષ લી. ના સહકાર થી સંસ્થા ને ભેટ મળેલ મેડીકલ વેનમાં તા.૨૫ જૂનનાં રોજ ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૫૦ બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ બાળકોને દવા વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહાર આરોગ્યટીમના ડો.અરવિંદભાઇ ત્રિવેદી, રેખાબેન ભટ્ટ તથા જશવંતપર ગામના સરપંચ વલ્લભભાઈ ચુડાસમા તથા સ્કૂલના આચાર્ય દિનેશભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read Moreરાજયના યુવાઓને સરકારી સેવામાં જોડવા રાજય સરકાર પ્રતિબધ્ધ : પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા
હિન્દ ન્યુઝ, ભાવનગર પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સરકારી સેવામાટેની પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે સધન આયોજન કરવામાં આવી રહ્યુ છે જેના ભાગરૂપે આજે રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યુ કે,આજે સવારે ૧૧-૦૦ કલાકે યોજાયેલી ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે કુલ 20941 ઊમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી…
Read Moreરવિવારની રજાની મજા સાથે સાયકલની સવારીનો આનંદ
હિન્દ ન્યુઝ, ભાવનગર શાળા પ્રવેશોત્સવના અવસરે બે દિવસ પહેલા ભાવનગરના પાલિતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દાતાઓ દ્વારા સાયકલ ભેટ તરીકે આપવામાં આવી હતી. શાળાનો અભ્યાસ ન બગડે અને તે સાથે-સાથે ઈતર પ્રવૃતિઓ પણ ચાલુ રહે તે માટે આ શાળાના શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડાએ રવિવારના દિવસે શાળાની ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવીને શાળાના બાળકોને સાયકલ ચલાવતા શીખવવા સાથે ટ્રાફિકના નિયમોથી પણ બાળકો જાણકાર બને તે માટે આજે રવિવારની રજાનો સદુપયોગ કરીને બાળકોને આનંદ અને મોજ મસ્તી સાથે સાયકલની સવારીનો આનંદ કરાવ્યો હતો. સાયકલ મારી સરરર જાય…. ટીન ..ટીન… ટોકરીના…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં પ્રભારીમંત્રી અરવિંદભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં પ્રભાસપાટણ કન્યાશાળા અને મૂળ દ્વારકાની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વાહનવ્યવહા, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ ગામની કન્યાશાળા અને કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં મંત્રીએ હેતપૂર્વક બાળકોની આંગળી ઝાલી શાળામાં પા..પા..પગલી કરાવી હતી. પ્રવેશોત્સવમાં મંત્રીના હસ્તે બાળકોને પાઠ્યપુસ્તક અને કીટ પણ આપવામાં આવ્યાં હતાં. આમ બાળકો માટે પ્રવેશોત્સવ યાદગાર બન્યો હતો. મા સરસ્વતીની ‘યા કૂન્દેન્દુ તુષારહારધવલા’ની પ્રાર્થના સાથે શરુ થયેલા આ પ્રવેશોત્સવમાં પ્રભાસપાટણની કન્યાશાળામાં કુલ ૫૭ બાળકોને પ્રવેશ અપાયો હતો. જ્યારે આંગણવાડીમાં કુલ ૧૬ છોકરા અને ૧૨ છોકરીઓ…
Read Moreમુખ્યમંત્રીના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા
હિન્દ ન્યુઝ, બોટાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં ૫ લાખ ૭૨ હજાર બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉમંગ-ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી-…
Read Moreજામનગર જીલ્લા ના દડિયા ગામ માં આવેલ શ્રી દડિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ જામનગર જીલ્લા ના દડિયા ગામ માં આવેલ શ્રી દડિયા પ્રાથમિક શાળામાં આજે પ્રથમ ધોરણ માં નવા ૫૫ જેટલા આવેલા નાના ભૂલકાં ઓને આવકારવા શાળા માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી બી.ડી. ચુડાસમા તેમજ સી.આર.સી.ના પ્રિયંકાબેન સોલંકી, શાળા ના આચાર્ય પરેશભાઈ દુબલ, દડિયા ગામ ના સરપંચ રાજુભાઈ લખિયાર, જામનગર તાલુકા પંચાયત ના દંડક કેશુભાઈ આહીર, ઉપસરપંચ જમનભાઈ આહીર, તેમજ પંચાયત ના સભ્ય કમલેશભાઈ હરવરા, સંજયભાઈ લખિયર, જગદીશભાઈ હરવરા વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નાના…
Read Moreધ્રાંગધ્રા તાલુકા પોલીસ કુડા રોડ વાદી વિસ્તાર માંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કુડા રોડ વાદી વિસ્તાર માંથી ૨૦૪ બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે કુડા રોડ વાદી વિસ્તારમા રેહતા જોગનાથ રુમાલનાથ વાદીના ભોગવટા વાળી વાડીમા રેઈડ કરી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડ્સની વિદેશી દારૂની બોટલ નંગ ૨૦૪, મોબાઇલ ફોન મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૬.૬.૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો હતો પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા
Read Moreસાયલા તાલુકાની ઉમાપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સાયલા સરકાર દ્વારા દિકરીઓના શિક્ષણ માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે દિકરીઓ શિક્ષિત થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવોજ એક પ્રયાસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં ઉજવાય છે. ત્યારે આજરોજ તારીખ 25 6 2022 ના દિવસે સાયલા તાલુકાના ઉમાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મુખ્ય અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ યુ.એન .પરમાર તથા વિસ્તરણ અધિકારી જે.સી.પટેલ તથા સી.આર.સી હાર્દિકભાઈ ચાવડા ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો જેમાં આવેલ મહેમાનો ને સ્વાગત ભેટ તથા શાળાની બાળાઓ…
Read Moreકમાલપુર પે કેન્દ્ર શાળા ના આંગણે ઉજવાયો શાળા પ્રવેશોત્સવ
હિન્દ ન્યુઝ, રાધનપુર શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ધોરણ ૧ તેમજ નાના ભૂલકા નો આંગણવાડી કેન્દ્ર પ્રવેશ ખૂબ જ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો. રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં ધોરણ ૧ ના નાના ભૂલકાઓ નો આંગણવાડી કેન્દ્ર પ્રવેશ તેમજ કમાલપુર સ્કૂલ મા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૦ નું કરવામાં આવ્યું આયોજન જેમાં નીચે મુજબ પ્રવેશ ઉત્સવની વિશેષતા થી ઉજવવવામાં આવ્યો હતો.. પ્રથમ ધોરણના ૧ ના બાળકો તેમજ આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત ઉપક્રમે પ્રવેશ આપવામાં આવ્યો હતો.SMC અધ્યક્ષ ભીખાભાઈ ભરવાડ તરફથી પણ બાળકોને કીટની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધોરણ ૩ થી ૮…
Read More