વંદે ગુજરાત ચેનલ-૧ પર કિશોરીઓ માટે સોશ્યલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા અંગે વિષય પર માર્ગદર્શક કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રિસ્કુલ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ રજુ કરવામા આવે છે. તા.૨૧-૧૨-૨૦૨૧ના રોજ બપોરે ૨:૦૦ થી ૨:૩૦ કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્રમ પુર્ણ દિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે. જેમાં સોશ્યલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા અંગે વિષય પર માર્ગદર્શન રજુ થનાર હોય તેથી તમામ કિશોરીઓને આ કાર્યક્રમ અવશ્ય નિહાળવા અનુરોધ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમ પુર્ણ થયે કિશોરીઓ માટે ક્વિઝ રાખવામા આવેલ છે. જેમા ભાગ લઈ પ્રશ્નોના…

Read More

ઉનામાં ટીબીના ઈલાજ માટે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ઉના ખાતે ટીબીના ઈલાજ માટે જનજાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. દિપક પરમારે ટીબીના રોગના ઈલાજ વિશે ખાનગી તબીબીને માર્ગદર્શન-જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઉના તાલુકાના અગ્રગણ્ય ખાનગી તબીબી સહભાગી થયા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગના તૌસિફ શેખ, નિલેશ ઝાલા સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ગીર સોમનાથ જિલ્લાના ૦૩ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ રૂા.૯૩.૦૨ લાખ મંજુર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ         કલેકટર રાજદેવસિહ  ગોહિલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૩ ગામોમાં પાઈપલાઈન દ્વારા પીવાના પાણી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નલ સે જલ યોજના અંતર્ગત  રૂા. ૯૩.૦૨ લાખના કામોની વહીવટી મંજુરી આપવામાં આવી છે.              ઉના તાલુકાના દુધારામાં  રૂા.૨૮.૯૬, વેરાવળ તાલુકાના સીડોકરમાં રૂા.૨૮.૪૫ અને કાજલી માં રૂા. ૩૫.૬૧ લાખના ખર્ચે પાઈપલાઈન દ્વારા પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવશે. આમ આ ત્રણ  ગામોમાં કુલ રૂા.૯૩.૦૨ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.           આ બેઠકમાં જિલ્લા…

Read More

કોણ બનશે સરપંચ ? ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકા મથકના ૮ કેન્દ્રો પર આજે મતગણતરી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

હરિફાઈમાં રહેલ ૨૪૯ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યનુ ભાવિ મતપેટીમાંથી ખુલશે હિન્દ ન્યુઝ, સોમનાથ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચની ચૂંટણીને લઈને ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળતો હોય છે. કોણ સરપંચ બનશે તેની ભારે ઈંતેજારી પણ હોય છે. જેનો આજે અંત આવી જશે. ગીર સોમનાથ જિલ્લાની હરિફાઈમાં રહેલ ૨૪૯ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યનુ ભાવિ મતદારી પેટીમાંથી ખલશે. આ ચૂંટણીમાં ૬૪૧ ઉમેદવારોએ સરપંચ પદ અને ૪૩૩૮ જેટલા ઉમેદવારોએ સભ્ય પદ માટે ઝુંકાવ્યું છે. આ સાથે તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મતગણતરી ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકા મથકોના ૮ કેન્દ્રો પરના…

Read More

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૧

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે મતદાનના દિવસે આદિવાસી મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવાએ સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે સવારે આશરે ૧૦=૦૦ કલાકના સુમારે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે આજે નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે ૫૧૯ મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩…

Read More

જિલ્લામાં ૭૦૯ મતદાન મથકો પર મતદાન, ૫.૩૮ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ૩૨૯ ગ્રામ પંચાયત પૈકી ૨૮૫ ગ્રામ પંચાયતોમાં સમાન્ય ચૂંટણી અને ૩ ગ્રામ પંચાયતોમાં મધ્યસત્ર ચૂંટણીમાં ગ્રામલોકો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ગીર સોમનાથ જિલ્લામાં આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૭૦૯ જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાના ૨૧૧ સંવેદનશીલ અને ૧૧૧ અતિસંવેદનશીલ મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકો પર જિલ્લાના કુલ ૫૩૮૬૮૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨૬૧૨૯૫ પુરૂષ અને ૨૭૭૩૮૯ સ્ત્રી…

Read More

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બહુસ્તરિય વ્યવસ્થા ગોઠવાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ૨૮૮ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૭૦૯ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પુરતુ પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે. આ માટે ૧ એસ.પી., ૪ ડીવાય.એસ.પી. અને ૧૨ પી.આઈ. દેખરેખ હેઠળ ૧૬૬૦ જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. જિલ્લામાં સંવેદનશીલ – અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરીને વિશેષ બંદોબસ્તની વ્યવસ્થા કરવમાં આવી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર બંદોબસ્તમાં ૫૦૦ લોકરક્ષક, ૧૦૦૦ હોમગાર્ડસ, ૬૦ એસ.આર.પી.ના જવાનો અને ગ્રામ રક્ષક દળના યુવાનો બંદોબસ્તમાં સહયોગી…

Read More

ગીર સોમનાથ ખાતે સ્વરોજગાર માટેની શ્રી બાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકારના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકૃત સ્વરોજગાર માટેની શ્રી બાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત અરજી અરજદાર ઘરે બેઠા કરી શકે તેમજ પોતાની અરજીનું સ્ટેટસ જાણી શકે તે હેતુથી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અરજદારે https://blp.gujarat.gov.in વેબસાઇટ પર પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત લોન યોજનાનો અમલ નિ:શુલ્ક થાય છે. યોજના માટે કચેરી મારફત કોઇ એજન્ટો દલાલો અનધિકૃત વ્યક્તિઓને માન્યતા આપેલ નથી. જેથી લોન અપાવવાના બહાને કોઇપણ પ્રકારનો નાણાંકીય વ્યવહાર કરવો નહીં.…

Read More

ગીર નેસ વિસ્તારના આદિજાતિ રબારી, ભરવાડ અને ચારણ જાતિના કુટુંબના વડોઓએ પુરાવા રજૂ કરવા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર નેસ વિસ્તારમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના કુટુંબોના વડાઓએ જસ્ટીસ કારીયા કમિટિ દ્વારા જેઓને સુનાવણી માટેની ૦૨ નોટીસ મળી છે. તેમ છતાં હાજર રહ્યા નથી અને પુરાવા રજૂ કર્યા નથી. જેથી જેઓ પુરાવા રજૂ કરવા માંગતા હોય તો તા.૨૯-૧૦-૧૯૫૬ની સ્થિતિના પુરાવા સાથે મામલતદાર, જસ્ટિસ કારિયા કમિટિ, બીજો માળ, જૂનાગઢ કલેક્ટર કચેરીએ સરકારી કામકાજના દિવસો અને સમય દરમિયાન તા.૩૧-૧૨-૨૦૨૧ સુધી રજૂ કરી શકશે. આ સમયમર્યાદા સુધીમાં કોઈ રજૂઆત કે પુરાવા રજૂ નહિં કરવામાં આવે તો આદિજાતિ ભરવાડ, ચારણ અને રબારી પૈકી કોઈએ રજૂઆત કે…

Read More

સેવાસેતુ કાર્યક્રમ સાચા અર્થમાં સુશાસનની પરિભાષાને ચરિતાર્થ કરે છે : નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ-પ્રભાસ પાટણ સંયુ્ક્ત નગરપાલિકા દ્વારા લોહાણા સમાજની વાડી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સેવાઓ અને યોજના લાભ માટે મળેલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે દીપ પ્રગટાવી સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડીએ જણાવ્યું કે, સેવાસેતુએ રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જે પ્રજાલક્ષી યોજનોને લોકો સાથે જોડનારી કળી બન્યો છે. લોકોને ઘરઆંગણે સેવાઓ આપનારો આ કાર્યક્રમ સાચા અર્થમાં…

Read More