હિન્દ ન્યુઝ, ગાંઘીનગર આ બેઠકમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીર, મીડિયાના સહ કન્વીનર, પ્રદેશના પ્રવકતાઓ, પ્રદેશના સહપ્રવકતાઓ,ઝોન કન્વીનરઓ, ઝોન સહ-કન્વીનરઓ, જીલ્લા કન્વીનરઓ,જીલ્લાના સહ-કન્વીનરઓ તથા ડિબેટ પ્રવકતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ માઇક્રોડોનેશન, પેજ સમિતિ મજબૂત કરવા, કુપોષણ મુકત ગુજરાત અને આગામી સમયમાં મીડિયા વિભાગના કાર્યકરોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું. પાર્ટીના કોઇ પણ કાર્યકરને પોતે માંગે તે કામ કરતા પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવે તે યોગ્ય રીતે કરવામાં આવે તો તે કાર્યકર ઘણો આગળ વધશે : પ્રદિપસિંહ વાઘેલા આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના 182 બેઠક જીતાડવા મીડિયા વિભાગના…
Read MoreMonth: January 2022
માંગરોળ ડિ.વાય.એસ.પી. જે.ડી. પુરોહિત ની બદલી થતા સમગ્ર શહેરીજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો
હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ ડિ.વાય.એસ.પી. જે.ડી. પુરોહિત ની બદલી થતા સમગ્ર શહેરીજનોએ સન્માન રાખી વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. માંગરોળ ખાતે બે વર્ષ થી ફરજ બજાવી લોકોના મનમોહી પોલીસ ફરજ સાથે માનવતાના કાર્યો કરવા બદલ શહેર ના વિવિધ હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા જે.ડી પુરોહિત ને સાલ, છબી અને ફુલ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે માંગરોળનાં આગેવાનો દ્વારા ની કામગીરી બિરદાવી હતી. વિદાય પામતા પુરોહિત બે વર્ષ માં માંગરોળ ના લોકોએઆપેલ પ્રેમ અને કોમી એકતાની મિસાલને કાયમ રાખવા અપીલ કરી હતી. આ પ્રસંગે માંગરોળ મુસ્લિમ સમાજ ના પ્રમુખ મુફતી હનિફ…
Read Moreરાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થરાદ પ્રાંત કચેરી આપ્યું આવેદનપત્ર
હિન્દ ન્યુઝ, થરાદ આજે થરાદ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવા મા આવ્યુ કે ધંધુકા મુકામે કિશન ભરવાડ ની વિધર્મી ઓ દ્વારા થયેલ કરપીણ હત્યા અને રાધનપુર ના શેરગઢ મુકામે ચૌધરી સમાજની દિકરી ઉપર થયેલ જીવલેણ હુમલા ને અમારી રાષ્ટ્રિય રાજપુત કરણીસેના ટીમ સખત શબ્દો મા વખોડે છે .અમને વિશ્વાસ છે કે આપ જલ્દી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ મા ચલાવી ને ન્યાય અપાવસો. આ સમગ્ર હિન્દુત્વ ઉપર એક તમાચો છે અને મામુલી મૌલવ ઓ ના કનેક્શન પાકિસ્તાન…
Read Moreબોટાદ પીજીવીસીએલ જુના પાવર હાઉસ કંપાઉન્ડ ખાતે અધિક્ષક ઈજનેરના અધ્યસ્થાને ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની બોટાદ વર્તુળ કચેરી દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ પીજીવીસીએલ જુના પાવર હાઉસ કંપાઉન્ડ બોટાદ ખાતે અધિક્ષક ઈજનેર પી.જે.મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ દ્વારા પ્રવચનમાં જણાવેલ કે, તમામ કર્મચારી દેશવાસીઓને તેમજ નગરજનોને સ્વચ્છતા જગૃતિ અભિયાન ઉપર ખાસ ધ્યાન રાખવા અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ દેશના વિકાસ માટે વીજ ચોરીનું દૂષણ નાબુદ કરવું જરૂરી હોય કંપનીના કર્મચારી દ્વારા વીજ ચોરી સામે કડક ઝુંબેશ, ટી એન્ડી લોસીશ ઘટાડી અને વીજ…
Read Moreઅંબાજી ગ્રામ પંચાયત હસ્તકની મુતરડી શોભાના ગાંઠીયા બની
હિન્દ ન્યુઝ, જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને ગુજરાતી નું ગૌરવ છે. દરેક ભારતવાસી અંબાજી માટે માન સન્માન ધરાવે છે. અંબાજી મંદિર અંબાજી ધામ મા આવેલું છે. અંબાજી ગામનો વહીવટ ગ્રામ પંચાયત હસ્તક ચાલી રહ્યો છે. અંબાજી આટલું મોટુ શક્તિપીઠ હોવા છતાં આ ધામ મા મુતરડી નો ભારે અભાવ છે. ગ્રામ પંચાયત હસ્તક ની માત્ર 5 મુતરડીની હાલત ખુબજ ખરાબ જૉવા મળે છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આટલા બધા સફાઇ કામદારો હોવા છતાં સમયસર આ મુતરડી ની સફાઇ થતી નથી. અંબાજી ખાતે વિવિધ વિસ્તારમા કુલ 5 મુતરડી આવેલી છે જેમાં…
Read Moreઆજે થરાદ માં ફરી બીજા દિવસે પણ કેનાલ માંથી લાશ મળી
હિન્દ ન્યુઝ, લાખણી થરાદ ની મુખ્ય ખાનપુર કેનાલ માંથી બિનવારસી લાશ મળી થરાદ ફાયર ફાઇટર ને જાણ કરતા મૂર્તક ની લાશ બહાર કઢાઈ થરાદ ની કેનાલ માંથી લાશ મળવાનો સિલસિલો યથાવત થરાદ પોલીસ ને જાણ કરતા પહોંચી ઘટના સ્થળે રિપોર્ટર: પ્રહલાદ ઠાકોર, લાખણી
Read Moreહેડિંગ : ગોંડલ નેકનામ મહારાજા સાહેબ જ્યોતીન્દ્રસિંહજીનું હૃદયરોગના હુમલાને કારણે હજુર પેલેસ ખાતે નિધન થયું
દરબારગઢ પેલેસ ખાતે અંતિમ દર્શન બાદ અંતિમ યાત્રા નીકળશે હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલ સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલની સોમવાર ના સવારે ૯-૦૦ કલાકે હજુર પેલેસ ખાતે તબિયત નાદુરસ્ત થવા પામી હતી દરમ્યાન જ તેઓને હૃદય નો તીવ્ર હુમલો આવતા ૮૪, વર્ષની વયે તેમનું નિધન થયું હતું આ વેળા એ મહારાણી સાહેબ કુમુદકુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી પણ હાજર હતા મહારાજ સાહેબ ના નિધન થી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો. મહારાજા સાહેબના નિધન ને લઈ નગરપાલિકા કચેરી,…
Read Moreદેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૫ થી ૧૬મી ફેબ્રુઆરી સુધી વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ અન્વયે માર્ગદર્શન શિબિર યોજાશે
હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિ – નગર શિક્ષણ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમની ભરતી બાબતે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્ર ભરવા અંગે, રિસિવિંગ સેન્ટર ખાતે આવેદનપત્ર જમા (સબમીટ) કરવા તેમજ ભરતી બાબતે અન્ય જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે બી.આર.સી.ભવન, શક્તિનગર, સિરૂવાડી, તાલુકા શાળા નંબર – ૫ની સામે, ખંભાળીયા કેન્દ્ર ખાતે વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઠાકરશેરડી પ્રાથમિક શાળાના આચાર્ય ખામાભાઈ કંડોરીયા, હંસ્થલ પ્રાથમિક શાળાના…
Read Moreબનાસકાંઠા ના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની આગથળા પોલીસે કરી અટકાયત
હિન્દ ન્યુઝ, લાખણી લાખણી ખાતે કાર્યક્રમ કરવા જતાં તેમના ફાર્મ હાઉસ પરથી વહેલી સવારે કરી અટકાયત સંયુક્ત કિસાન મોરચા માં એક વર્ષ થીં વધારે ખેડૂતો આંદોલન કરી કેન્દ્ર સરકારે કૃષિ કાયદા પરત લિધા પણ એમ.એસ.પી કાયદો દેશ માં લાગું કરવો જેવી વિવિધ માંગણીઓ સરકારે લાગું ન કરતા આજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા વિશ્વાસ ઘાત દિવસ તરીકે કાર્યક્રમ કરવા જતાં વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી ના તમામ હોદ્દેદારો ની આગથળા પોલીસે અટકાયત કરી હતી બનાસકાંઠા જીલ્લા નાં ખેડૂત આગેવાનોની લાખણી ખાતે ૧૧ હોદ્દેદારો ની આગથળા પોલીસે અટકાયત કરી અચાનક અટકાયત…
Read Moreસાબરકાંઠા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લામાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે શહીદ દિન નિમિત્તે મૌન પાળવામાં આવ્યું હતું. ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨, રવિવારના રોજ શહીદ દિનની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી. જેના ઉપલક્ષ્યમાં જિલ્લામાં સવારે ૧૧.૦૦ વાગે સાયરન વગાડી બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા કામકાજની અને વાહન વ્યવહારની ગતિને બે મિનિટ પૂરતી બંધ રાખી મૌન પાળવામાં આવ્યું હતું. પુરવઠા અધિકારી, જમિન સંપાદન અધિકારી,…
Read More