દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૫ થી ૧૬મી ફેબ્રુઆરી સુધી વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ અન્વયે માર્ગદર્શન શિબિર યોજાશે

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા

    દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિ – નગર શિક્ષણ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમની ભરતી બાબતે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્ર ભરવા અંગે, રિસિવિંગ સેન્ટર ખાતે આવેદનપત્ર જમા (સબમીટ) કરવા તેમજ ભરતી બાબતે અન્ય જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે બી.આર.સી.ભવન, શક્તિનગર, સિરૂવાડી, તાલુકા શાળા નંબર – ૫ની સામે, ખંભાળીયા કેન્દ્ર ખાતે વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઠાકરશેરડી પ્રાથમિક શાળાના આચાર્ય ખામાભાઈ કંડોરીયા, હંસ્થલ પ્રાથમિક શાળાના આચાર્ય ડાડુભાઈ નંદાણીયા અને ભાણવડ તાલુકા કેળવણી નિરિક્ષક કેવલકુમાર ડોડીયા દ્વારા તારીખ ૫મી ફેબ્રુઆરીથી ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી દરરોજ સવારે ૧૧-૦૦ કલાકથી સાંજે ૧૭-૦૦ કલાક સુધી માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.
આ શિબિર દ્વારા માર્ગદર્શન મેળવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ના ઉમેદવારોએ દરેક જાહેરાત મુજબ લાયકાત અનુસાર અલગ-અલગ અરજી કરવાની રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

રિપોર્ટર : ગૌરાંગ ભૂંડિયા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment