સરકાર વિનયન કોલેજ કલ્યાણપુર ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર મામલતદારની એમ.સી.પટેલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સરકારી વિનયન કોલેજ કલ્યાણપુર ખાતે “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૨ નિમિત્તે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતા મામલતદારએ લોકશાહીને મજબૂત અને સૂદ્રઢ બનાવવા માટે ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનોને મતદારયાદીમાં નોંધણી કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેયુ હતું કે, ચૂંટણી પંચના NVSP, VOTERPORTAL અને VOTER HELPLINE જેવા ડીઝીટલ માધ્યમોથી નામ નોંધણી કરાવા શકાય છે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે મતદાર…

Read More

લીંબડી શહેરના કેટલાક વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયા

લીંબડી સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ હિન્દ ન્યુઝ, સુરેન્‍દ્રનગર સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન COVID-19ના કેસો મળી રહ્યા છે. તેની અસરોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ફેલાવો અટકાવવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં કોરોના વાયરસ COVID-19ના ૫ પોઝીટીવ કેસ આવતા સદરહુ વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા લીંબડી સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચ.એમ.સોલંકીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા…

Read More

ભંડુરી ખાતે ૧૫૦ કિશોરીઓને સ્વ-રક્ષણના દાવની ૮ દિવસની તાલીમ અપાઇ

હિન્દ ન્યૂઝ, જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિત સ્વ-રક્ષણની તાલીમ અપાઇ જૂનાગઢ મહિલા અને બાળ અધિકારી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન જૂનાગઢ જિલ્લાના ખાણ કામથી પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામ ખાતે ગામની માતૃશ્રી જી.આર.એ.પંડ્યા સ્કુલ ખાતે ૧૫૦ કિશોરીઓને સ્વ-રક્ષણના દાવની ૮ દિવસની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કિશોરીઓને સ્વ-રક્ષણના દાવ જેવા કે, જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિત અન્ય સ્વ-રક્ષણના દાવ શીખવવામાં આવ્યા હતા અને સ્વ-રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે…

Read More

ટેકાના ભાવે ચણા,રાયડા અને તુવેરની ખરીદી માટે તા.૧ ફેબ્રુઆરીથી નોંધણી કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ રવી સીઝન-૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી તા. ૧૫-૦૨-૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા. ૧-૦૩-૨૦૨૨થી શરૂ થનાર છે. ભારત સરકાર દ્રારા જાહેર કરાયેલ લઘુતમ ટેકાના ભાવ તુવેર ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૬૩૦૦ ટેકાના ભાવ ૧૨૬૦ (પ્રતિ ૨૦ કિલો), ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૫૨૩૦ ટેકાના ભાવ ૧૦૪૬ (પ્રતિ ૨૦ કિલો), રાયડોના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૫૦૫૦…

Read More

દેવભાષા સંસ્કૃત અને ગર્ભ સંસ્કાર શાસ્ત્રના અધ્યયનની આવશ્યકતા વિષય ઉપર સમાજશાસ્ત્ર ભવન દ્વારા વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના તજજ્ઞ ડો.ભૈરવી દિક્ષિતનું મનનીય પ્રવચન જૂનાગઢ તા.૨૭ સમાજશાસ્ત્ર વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્રારા સાંપ્રત સમયમાં દેવભાષા સંસ્કૃત અને ગર્ભ સંસ્કાર શાસ્ત્રનાં અધ્યયનની આવશ્યકતા વિષય ઉપર કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષય તજજ્ઞ તરીકે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરનાં પ્રાધ્યાપક ડો.ભૈરવીબેન દિક્ષિત હાજર રહ્યા હતાં. તેઓએ સાંપ્રત સમયમાં સંસ્કૃતનું મહત્વ, સંસ્કૃત વિષયનો વ્યાપ, અધ્યયન પધ્ધતિ તેમજ ગર્ભ સંસ્કાર શાસ્ત્ર વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ અભિમન્યુ, સ્વામી વિવેકાનંદ સહિતના ઉદાહરણો સાથે ગર્ભ સંસ્કાર શાસ્ત્ર અને તેજસ્વી…

Read More

મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ભરતનગર અને જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

ધારાસભ્ય તરીકેની દોઢ કરોડ રૂપિયાની સંપૂર્ણ ગ્રાન્ટ આરોગ્ય ક્ષેત્રે વાપરવાનો નિર્ણય કર્યો હિન્દ ન્યુઝ, મોરબી મોરબી રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એક-એક એમ્બ્યુલન્સ અંદાજે ૧૬ લાખ રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવી છે. કોવીડની ત્રીજી લહેરને નિયંત્રીત રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી અંતંર્ગત મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી. મોરબીના ભરતનગર…

Read More

ભરતનગરના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપ લીકેજ બાબતના પ્રશ્ન તાત્કાલીક ઉકેલવાની તાકીદ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા

ખેડૂતોએ મંત્રીને રજૂઆત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અધિકારીઓને સ્થળ પર બોલાવી પ્રશ્નના નિરાકરણ માટે સુચના આપી હિન્દ ન્યુઝ, મોરબી રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ભરતનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ વેળાએ અહીંના સ્થાનિક ખેડૂતોએ ખેતરમાં ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની પાણીની પાઇપ લીકેજ થવાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ઊભા પાકને નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ આવે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગુજરાત વોટર સપ્લાય ઇન્ડ. લી. તેમજ વહિવટી તંત્રના…

Read More

કોરોનાકાળમાં માતા મૃત્યુદર તેમજ બાળ મૃત્યુદર ઘટાડવા માટે ૧૦૮ ની પ્રશંસનીય સેવા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત જેવાં વિશાળ દેશમાં આરોગ્ય વિષયક કાળજીનો અભાવ તથા તે અંગેના અજ્ઞાનને કારણે વિકસીત દેશોની સરખામણીમાં ઉંચો માતામૃત્યુ દર અને બાળ મૃત્યુદર જોવાં મળે છે. તેને ઘટાડવાં માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેને ઘટાડવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે. મમતાકાર્ડ, મીશન ઇન્દ્રધનુષ, સગર્ભા અને ધાત્રી માતાઓને પુરક પોષણ, ખીલખીલાટ વાન તથા પ્રસૂતિ માટે ગમે ત્યારે ૧૦૮ વગેરે જેવી સેવા દ્વારા તેમાં ધીમે-ધીમે નોંધપાત્ર સુધારો આવ્યો છે. સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આવાં સ્વસ્થ બાળકો કે જેઓ ભારતનું ભાવી છે ત્યારે આવાં…

Read More

સુઈગામ ખાતે 194 BN BSF ગાંધીનગર દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ વાહન વ્યવહાર અને ગુજરાત પ્રવાસન નિગમ મંત્રી પૂર્ણવભાઈ મોદી ની અધ્યક્ષતામાં યોજાયો

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ મટકે મહર્ષિ કણાદ ગુરુકુળ વિદ્યા મંદિર ખાતે 194 BN, BSF ગાંધીનગર દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ નો આયોજન કરવામાં આવ્યું હતું. આજના 194 BN, BSF સિવિક એક્શન પ્રોગ્રામ ગાંધીનગર આયોજિત કાર્યક્રમમાં આર.એસ.રામ DIG SHQ BSF ગાંધીનગર, રાજશેખર 123 BN BSF કમાન્ડન્ટ, રાજેશ રંજન કમાન્ડન્ટ 53 BN BSF, ઇન્સ્પેક્ટર (G) રાજીવ કુમાર સિંઘ Offg DC (G) FGU, BSF દાંતીવાડા, રાજદિપ સિંઘ કમાન્ડન્ટ 194 BN BSF, વાહન વ્યવહાર અને પ્રવાસન મંત્રી પૂર્ણ મોદી, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વાવ સુઈગામ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સુઈગામ પ્રાંત અધિકારી નવલદાન ગઢવી…

Read More

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાઅને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૫% વિવેકાધિન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ, એ.ટી.વી.ટી જોગવાઈ, વિકાસશીલ તાલુકા જોગવાઈ, ધારાસભ્ય જોગવાઈ, સાંસદસભ્ય જોગવાઈ હેઠળના વર્ષ: ૨૦૧૮-૧૯ થી વર્ષ:૨૦૨૧-૨૨ સુધીના કામોની સમીક્ષા કરવામાં આવી અને આગામી વર્ષ: ૨૦૨૨-૨૩ની વિવિધ જોગવાઇ હેઠળનાં કામોના પૂર્વ આયોજન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી અને બોટાદ જિલ્લાના અગત્યના નિર્દેશકો દ્વારા જિલ્લાની સ્થિતિ દર્શાવતો અગત્યનો Sustainable Development Goals Report Botad District August-2021 નુ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું…

Read More