મહીસાગર વહીવટી તંત્ર દ્રારા સંજીવની એક્સપ્રેસ બાઇકનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, મહિસાગર કોરોના અંગેની આગોતરી તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી કોવિડ-૧૯ દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે સંજીવની એક્સપ્રેસ બાઇકને પ્રભારી મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આજે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. મંત્રી સહિત મહાનુભાવોએ કોવિડ-૧૯ ના દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે જિલ્લા તંત્ર દ્રારા નવતર અભિગમ અપનાવી સંજીવની એક્સપ્રેસ બાઇકના રાજ્યમાં પ્રથમ પ્રયોગને આવકારતા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહીસાગર જિલ્લામાં પાંચ સંજીવની એક્સપ્રેસ બાઇક અંતરીયાળ વિસ્તારોમાં મલ્ટી પર્પઝ હેલ્થ…

Read More

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત સભાને સંબોધન કરી માર્ગદર્શન આપતાં રાજ્યપાલ

હિન્દ ન્યુઝ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ટીમાણા ગામ અને તેની આસપાસના પ્રગતિશીલ ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને તેનાં ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂત સભાને સંબોધતાં કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીન માટે અમૃત સમાન છે. તે જમીનને ફળદ્રુપ બનાવવા સાથે ખેડૂતને પણ સમૃધ્ધ બનાવશે. તેમણે જણાવ્યું કે, પરમાત્મા આપણને જન્મ આપનાર જન્મદાતા છે, પરંતુ વાસ્તવમાં અન્ન પૂરું પાડીને આપણું જીવન ટકાવી રાખનાર સાચો અન્નદાતા ખેડૂત છે. રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શું છે ? તે કેવી રીતે…

Read More

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે શિવ શક્તિ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતાં રાજ્યપાલ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતાં શિવ શક્તિ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂત કનુભાઈ ભટ્ટના ખેતરમાં કેળા,પપૈયા સહિતના પાકોનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક ખેતી થકી થતાં ફાયદાઓ અંગે તથા તેની જાળવણી અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનું ઉત્પાદનએ માનવીના શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમ જણાવી વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનો ઉપયોગ કરે તેવું સુચન કર્યું…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તળાજા તાલુકાના ટીમાણા ગામે હેલીપેડ ખાતે આવકારતાં કલેકટર

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલઆચાર્ય દેવવ્રત આજે ભાવનગર જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે તળાજા તાલુકાના ટીમાણા ગામે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે આવકારવામાં આવ્યાં હતાં. હેલીપેડ ખાતે તેમના સ્વાગત માટે જિલ્લા કલેકટર યોગેશ નીરગૂડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, તળાજા પ્રાંત અધિકારી વિકાસકુમાર રાતડા ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલ ટીમાણા ખાતે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા હાથ ધરાયેલી પ્રાકૃતિક ખેતીનું નિદર્શન નિહાળી ગામના ખેડૂતોને માર્ગદર્શિત પણ કરવાના છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

કોરોનાના સંભવિત ત્રીજા વેવને અનુલક્ષીને રાજ્ય સરકાર સંપૂર્ણ સુસજ્જ

હિન્દ ન્યુઝ, કોરોનાના સંભવિત ત્રીજા વેવને અનુલક્ષીને ભાવનગર જિલ્લામાં કોરોનાની સર્વગ્રાહી સમીક્ષા માટે પધારેલા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાના સંભવિત ત્રીજા વેવને લઈને રાજ્ય સરકાર સંપૂર્ણ સજજ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળના કોરોના વેવમાં જે અગવડતાઓ અનુભવાઈ હતી તેને અનુલક્ષીને આગામી સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારી કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે ગઈ વખત કરતાં આ વખતે કોરોનાનો પ્રભાવ વ્યાપક રસીકરણને લીધે હળવો છે તે આપણાં માટે…

Read More

પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ ભાવનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કોરોનામાં અગાઉ આપણે સારી કામગીરી કરી છે. કોરોનાની નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. આથી, કોરોનાનો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં…

Read More