હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતાં શિવ શક્તિ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂત કનુભાઈ ભટ્ટના ખેતરમાં કેળા,પપૈયા સહિતના પાકોનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક ખેતી થકી થતાં ફાયદાઓ અંગે તથા તેની જાળવણી અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનું ઉત્પાદનએ માનવીના શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમ જણાવી વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનો ઉપયોગ કરે તેવું સુચન કર્યું હતું. આ તકે તેમની સાથે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર તથા પ્રગતિશીલ ખેડૂતો જોડાયાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી