હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ખાતે સમસ્ત બ્રહ્મહસમાજ ની મિટિંગનું આયોજન કરેલ. આ કાર્યક્રમ માં હાજર રહેલ 25 હોદેદારો અને મહિલા પાંખ માં 500 બહેનો જોડાયા હતા અને 100 બહેનો જે બ્રહ્મહસમાજ નાં છે અને અલગ અલગ પ્રકાર નાં વ્યાપાર ઉદ્યોગ ચલાવી રહ્યા છે. એમનુ ગ્રુપ બનાવી એ બહેનો ને આગળ લાવવા એમની પાસે થી જ ખરીદી કરવી એવો સંકલ્પ લીધો હતો. દરેક બહેનો એ અને બ્રહ્મહસમાજ ના બહેનો ને બિઝનેસ અને જોબ માટે પ્લેટફોર્મ મળે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા પ્રીતિબેન શુકલ એ હજી વધુ ને વધુ સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ…
Read MoreDay: January 9, 2022
સંતરામપુર માં આવેલ એસ.પી હાઇસ્કૂલ ના આચાર્ય એ વિધાર્થી ને માર માર્યો નો આક્ષેપ
હિન્દ ન્યુઝ, મહિસાગર મહિસાગર જિલ્લાનાં સંતરામપુર માં આવેલ એસ.પીહાઈસ્કુલનાં પ્રિન્સીપાલ એ માલણપુર ના વિધાર્થી ને દારૂ પી ને ઢોર માર માર્યો હતો. માલનપુર ના વિધાર્થી મયુરભાઈ કિશોરભાઈ ને હાઇસ્કૂલ ના આચાર્ય બાબુભાઈ પટેલે જ્યાં સુધી લાકડી ના તૂટી ત્યાં સુધી માર માર્યો. તેવા આક્ષેપો સાથે નજીકનાં પોલીસ સ્ટેશન ખાતે બાબુભાઈ પટેલ સામે અરજી કરી હતી અને બાબુભાઈ સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર
Read Moreપ્રવર્તમાન કોવિડ પરિસ્થિતિ ને અનુલક્ષી ને તા. ૦૯/૦૧/૨૦૨૨, રવિવારના રોજ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભાવનગર પ્રવાસે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના કેબિનેટ (શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી) મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાંજે ૫:૩૦ કલાકે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું અવલોકન કરશે. ત્યારબાદ તુરંત સાંજે ૬ કલાકે મેડીકલ હોસ્પિટલ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર, અધિકારીઓ, ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો તેમજ સ્થાનિક સંગઠન ભાજપના આગેવાનો ઉપસ્થિતિમાં પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિને અનુલક્ષીને સમીક્ષા કરશે. જેમાં ભાવનગરમાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે. જીતુભાઈ વાઘાણી મીડિયાના મિત્રોને…
Read Moreકેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ જાહેર કરાયા હિન્દ ન્યુઝ, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરા ની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા વડોદરા જિલ્લાને મળેલ પુરાસ્કાર બદલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ સહયોગ બદલ આભાર વ્યકત કર્યો તથા જિલ્લા વહીવટી તંત્રની મહેનતને બિરદાવ્યો કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરા ની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઈ છે. માન. પ્રધાનમંત્રીની પ્રેરણા , પ્રોત્સાહન, અને માર્ગદર્શન તેમજ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ જળ જીવન મિશનના ભાગરૂપે જળ માટેની વિવિધ યોજનાઓના સમન્વયથી તથા ગુજરાત સરકારના સતત પ્રયત્નોથી વડોદરા વહીવટી તંત્રએ પંચ જળ સેતુ જેવા આગવા પ્રોજેક્ટનો સફળ અમલીકરણ કરેલ છે. પાણી એ જીવનનું મૂળ છે. ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે ૧૧૦૦ બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે.જેને વર્ષ ૨૦૫૦ સુધીમાં ૧૪૪૭ બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે.એક સંસાધનના રૂપમાં જળ એ દેશ માટે મહત્વપૂર્ણ છે.ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના ૧૮ ટકા લોકો રહે છે. જળ સમૃદ્ધ ભારતના લક્ષને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા, વ્યક્તિઓ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ ૨૦૧૮ થી વિવિધ ૧૧ કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે. પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓના એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે.આ પાણીદાર પાણી પ્રબંધનની દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરાએ કરી છે. તેમણે જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો અને આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના નિષ્ણાતોની નિપુણતાનો લાભ પંચ જલ સેતુના અમલીકરણમાં મળે તેવું સંકલન કરીને સૌનો સાથ,સૌનો વિકાસનું પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર સાકાર કર્યું હતું. પંચ જલ સેતુ એ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિની દિશા દર્શાવી છે.તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજનાઓએ એક નવી દિશા દર્શાવી છે.વડોદરા જિલ્લાએ પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કર્યું છે. જ્યારે આયોજનની અન્ય કડીઓમાં વર્ષા જલ નિધિ હેઠળ જિલ્લાની ૧૦૦૦ થી વધુ સરકારી શાળાઓની છત પરથી વરસાદી પાણીને જમીનમાં સિંચવાની વ્યવસ્થા, જલ સેતુ હેઠળ ગામોના વપરાશી મલિન જળનું શુદ્ધિકરણ અને ખેતી જેવા હેતુઓ માટે તેના વેચાણથી યોજનાનું સંચાલન, સૂર્ય જલ પ્રકલ્પ હેઠળ ગ્રામ પાણી પુરવઠા યોજનાઓની ૨૨ ટાંકીઓ પર સોલર પેનલ બેસાડીને દૈનિક ૩૫૫ યુનિટ જેટલું વીજ ઉત્પાદન ગ્રીડમાં આપીને પાણી પુરવઠા વ્યવસ્થાનો ખર્ચ ઘટાડવો અને સુજલામ સુફલામ્ હેઠળ કેનાલો અને કાંસો,ચેક ડેમોની સફાઈ અને કાંપનો નિકાલ,હયાત તળાવો ઉંડા કરવા,નવા તળાવો ખોદવા જેવા કામો દ્વારા વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા જેવા આયોજનોનો સમાવેશ થાય છે. તેની સાથે ગ્રામીણ સમિતિઓ દ્વારા પાણી પુરવઠા યોજનાઓનું લોક સહભાગીદારીથી સંચાલન અને લોકોને પાણી બચાવવાના અસરકારક શિક્ષણ થી જળ સંરક્ષણની જાગૃતિ ના આયામનો સમાવેશ થાય છે. આ જળ ક્રાંતિકારી સેતુમાના એક સેતું વર્ષા જળ નિધીને માન.પ્રધાનમંત્રીએ તેમના રાષ્ટ્રવ્યાપી મન કી બાત સંવાદમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તથા નીતિ આયોગ દ્વારા પણ આ સેતુને બિરદાવવામાં આવેલ હતો. વડોદરા જિલ્લાને ૨૦૧૯ માં રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ ગોલ્ડ કેટેગરી માં અને મેરીટ સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે. રિપોર્ટર : સંજય ડણીયા,
હિન્દ ન્યુઝ, બોટાદ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરા ની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા વડોદરા જિલ્લાને મળેલ પુરાસ્કાર બદલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ સહયોગ બદલ આભાર વ્યકત કર્યો તથા જિલ્લા વહીવટી તંત્રની મહેનતને બિરદાવ્યો કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા…
Read Moreબોટાદ ખાતે કોવિડ – 19 ને ધ્યાને લઈ જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજીવ કુમારની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ખાતે કોવિડ- 19 ધ્યાને લઈ બોટાદ જિલ્લા પ્રભારી સચિવ સંજીવ કુમારની અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, ખસ રોડ, બોટાદ ખાતે સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ સંજીવ કુમારે કોવીડ-૧૯ની ત્રીજી લહેર સંદર્ભે તૈયારીની સમીક્ષા બેઠકમાં દરેક વિભાગની માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રવેશતા મુખ્યમાર્ગો પર પોલીસ ચેકપોસ્ટ શરૂ કરવી તેમજ થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરવું વધુમાં વેકસીનેશન પર ભાર મુકતા જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ વેકસીનેશનની ટીમો દ્વારા વેકસીનેશન શરૂ…
Read Moreબોરસદ તાલુકાના દેહમી ગામે સરકાર દ્વારા આયોજિત સાતમો સેવા-સેતુ કાર્યક્રમ………..
હિન્દ ન્યુઝ, બોરસદ બોરસદ તાલુકાના દેહમી ગામે સરકાર દ્વારા આયોજિત સાતમો તબક્કો સેવા-સેતુ કાર્યક્રમ નુ આયોજન દહેમી ગામમાં કરવામાં આવ્યુ. જેમાં સમાવિષ્ઠ ગામો નાપા વાંટા નાપા, તળપદ, દહેમી, નામણ, સિંગલાવ, પામોલ, ધોબી કુઈ માટે કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત નાપા જિલ્લા પંચાયત સભ્ય સાજિદ ખાન રાણા, બોરસદ તાલુકા વિકાસ અધિકારી, મામતદાર તથા સરપંચઓ, આણંદ જિલ્લાના, કિસાન મોરચાના પુવૅ પ્રમુખ, અશોકભાઈ મગનભાઈ પટેલ, બોરસદ તા.ઉપપ્રમુખ તરુલતાબેન, કમલેશ પટેલ, હાજર રહ્યા. રિપોર્ટર : ઈશ્વર ઠાકોર, બોરસર
Read Moreપ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને પ્રભારી સચિવ ડી.જી.પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ ડી.જી.પટેલ તેમજ જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા દ્વારા પણ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની…
Read Moreવેરાવળ શહેરમાં આવેલ ગીર-સોમનાથ જીલ્લા ની સિવિલ હોસ્પિટલ કોરોના ની ત્રીજી લહેર મા એમ.ડી. ડોકટર જ “ગાયબ”
હિન્દ ન્યુઝ, વેરાવળ ગીર-સોમનાથ જીલ્લા ની સૌથી મોટી હોસ્પિટલ વેરાવળ ખાતે આવેલ છે. અતિ આધુનિક બિલ્ડીંગ હોવા છતાં અહી દર્દીઓ ખૂબ તકલીફ ભોગવે છે.પાંચ તાલુકાઓ ની વચ્ચે એક સૌથી મોટી સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે આવેલ છે પણ અહીં ડોકટર, પેરામેડિકલ અને અતિ આધુનિક સંસાધનોનું અભાવ જોવા મળે છે. નગર સેવક અફઝલ પંજા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહી સુવિધાઓમાં કોઈપણ જાતનું વધારો કરવામા આવતું નથી. કોરોના ની ત્રીજી લહેર ખૂબ ઝડપથી પ્રસરી રહી છે ત્યારે આ સિવિલ હોસ્પિટલમાં જનરલ ફિઝીશિયન એટલે એમ.ડી. ડોકટર કાયમી ધોરણે નથી જે ખૂબ ગંભીર…
Read Moreવેરાવળ નગરપાલિકા મા ડોર ટુ ડોર સફાઈ ની નબળી કામગીરી ને કારણે શહેરમાં ગંદકી થી લોકો ત્રાહિમામ
હિન્દ ન્યુઝ, વેરાવળ નગરપાલિકા ની પહેલી જવાબદારી હોય છે કે શહેર ને સ્વચ્છ રાખે જેથી શહેરીજનો નિરોગી રહે અને લોકોનું સ્વાસ્થ શ્રેષ્ઠ બને.પણ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જે 2 લાખ થી વધુ લોકોને પ્રાથમિક સગવડતા પૂરી પાડી રહી છે તે સફાઈ બાબતે નિષફળ જઇ રહી છે તેવુ દેખાઈ રહ્યું છે. નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાકટર ને ડોર ટુ ડોર કચરા નિરાકરણ ની કામગીરી સોંપવામાં આવેલ છે તે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયેલ છે. વેરાવળ શહેરના એક જાગૃત નાગરિક હાજીભાઇ પંજા ની માહિતી થી એ વાત સાબિત થઈ છે કે આ ડોર ટુ…
Read More