હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ખાતે કોવિડ- 19 ધ્યાને લઈ બોટાદ જિલ્લા પ્રભારી સચિવ સંજીવ કુમારની અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, ખસ રોડ, બોટાદ ખાતે સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ સંજીવ કુમારે કોવીડ-૧૯ની ત્રીજી લહેર સંદર્ભે તૈયારીની સમીક્ષા બેઠકમાં દરેક વિભાગની માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રવેશતા મુખ્યમાર્ગો પર પોલીસ ચેકપોસ્ટ શરૂ કરવી તેમજ થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરવું વધુમાં વેકસીનેશન પર ભાર મુકતા જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ વેકસીનેશનની ટીમો દ્વારા વેકસીનેશન શરૂ કરી બાકી રહેલા તમામ લોકોનું વેકસીનેશન કરવું. હાલ કોવિડ હોસ્પિટલમાં ઓકિસજનની અછત ઉભી ન થાય તથા ઓકિસજન પ્લાન્ટ્ સહિતની અદ્યતન સુવિધાઓ તથા જરૂરી સારવાળ મળી રહી તે માટેની જરૂરી વ્યવસ્થા કરવા વધુમાં જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાંદુ, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, અધિક નિવાસી કલેકટર મુકેશ પરમાર, નાયબ કલેકટર-1, પ્રાંત અધિકારી, તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી તથા આરોગ્ય વિભાગ સહિતના અધિકારી-કર્મચારીઓને કામગીરી માટે જરૂરી સૂચનો તેમજ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જુદાં જુદાં વિભાગની કામગીરીની વિગતોથી અધ્યક્ષને વાકેફ કર્યા હતા અને સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લાના સબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

