હિન્દ ન્યુઝ, થરાદ થરા પ્રાથમિક શાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કિલ માં ધોરણ 6 થી 8 ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ મહેંદી આપી, માટીનાં રમકડા, છુટા ફુલો ના હાર બનાવવામાં ભાગ લીધો હતો. આચાર્ય રમણલાલ, શિક્ષક તરીકે ફરજ બજાવતા ચૌધરી શૈલેષભાઈ, હસમુખભાઇ, ડિમ્પલબેન, સ્મિતાબેન, બી.ડી., દસરથભાઈ તથા થરા ગામનાં વડીલો, રાજપૂત રાવતસિંહ, રાજપૂત ભૂપતસિંહ, દેસાઈ હરિભાઈ, હીરાજી ડોડ, રાજપૂત શિવાજી તેમજ હરગોવિંદભાઈ હાજર રહી લોકમેળામાં ભાગ લીધેલ બાળકોને બોલપેન અને ચવાણું આપીને બાળકોની સાથે આનંદ માણ્યો. રિપોર્ટર : અમૃત સાધુ, થરાદ
Read MoreDay: January 8, 2022
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના હસ્તે ૬૦૦ આદિવાસી બહેનોને શાકભાજીના બિયારણનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, પાલનપુર જનજાતિ સમાજના ૨૯ ગામની બહેનોને સેનેટરી નેપકીન પેડ નિઃશુલ્ક મળી રહે તેની શરૂઆત કરાઇ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના હસ્તે આદિજાતિ વિસ્તારની ૬૦૦ જેટલી આદિવાસી બહેનોને શાકભાજીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિર પરિસરમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની ૬૦૦ બહેનોને રીંગણ, ગવાર, દૂધી, ટામેટા, ચોળી, લાંબા કાલંગડા, કાકડી, ભીંડાનું બિયારણ એક એકર જેટલી જમીનમાં વાવી શકે અને દિવસના ૪ ટોપલાં જેટલી શાકભાજી…
Read Moreભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેનાં નિયંત્રણ માટે પ્રભારી સચિવ સોનલ મિશ્રાના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેનાં નિયંત્રણ માટે પ્રભારી સચિવ સોનલ મિશ્રાના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાવનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, ઓકિસજનના નવા પ્લાન્ટ, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ, રસીકરણની સ્થિતિ- આયોજન સહિતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ જિલ્લા અને શહેરની સ્થિતિનો તાગ મેળવીને કોરોના નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા તાત્કાલિક અસરથી ઉભી કરવા તેમજ હયાત ક્ષમતામાં વૃદ્ધિ કરવાં માટે વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે…
Read Moreભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા હાલ મોકુફ
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત શહેર અને ગ્રામ્યકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન નક્કી કરવામાં આવેલ હતું. તાલુકાકક્ષા અને ઝોનકક્ષાની સ્પર્ધા તા.૧૦/૦૧/૨૦૨૨ નાં રોજ પ્રારંભ થનાર હતી અને જિલ્લાકક્ષા સ્પર્ધા તા.૧૭,૧૮/૦૧/૨૦૨૨ શહેરકક્ષાની સ્પર્ધા અને તા.૧૯,૨૦/૦૧/૨૦૨૨ ગ્રામ્યકક્ષાની સ્પર્ધા યોજાનાર હતી જે હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી તા.૦૬/૦૧/૨૦૨૨ થી કોરોના (Omicron Variant) નું સંક્રમણ વધતાં ગુજરાત સરકાર તરફથી તમામ કાર્યક્રમો રદ કરવામાં આવેલ હોય જેથી આ કાર્યક્રમ પણ હાલ મોકુફ…
Read Moreથરાદ તાલુકાના મોરથલ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનો બાળ સ્કીલ કૌસલ્ય બાળકોનો વિષય અંતર્ગત બાળ મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, મોરથલ થરાદ તાલુકાના મોરથલ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના બાળકોનો બાળ સ્કીલ કૌસલ્ય બાળકોનો વિષય એના અંતર્ગત ગીજુભાઈ બધેકા બાળ મેળાનું આયોજન મોરથલ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું. એમા બાળકો એ કાગળ કામ રંગ પુરણી ચિત્રકામ સંગીતમાં અલગ અલગ પ્રકારના ડાન્સ વગેરે રજુ કર્યા. સાઈકલમાં પંચર કેવી રીતે કરવું, તથા ગેસનુ રેગ્યુલર કેવી રીતે લગાવવુ એ વિશે સમજાવવામાં આવ્યા, ખેતી ના સાધનો કયા કયા વપરાય એ વિશેનો બાળકોને પરિચય કરવામાં આવ્યું અને 108 અમારી નજીકની P.H.C લુવાણા માંથી બોલાવી અને એનો પણ પરિચય 108 ની સુવિધાઓ…
Read Moreથરાદ તાલુકાના કરબુણ ગામની પ્રાથમિક શાળામાં બાળ મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ , થરાદ થરાદ તાલુકાના કરબુણ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ના બાળકોનો બાળ સ્કીલ કૌસલ્ય બાળકોનો વિષય એના અંતર્ગત ગીજુભાઈ બધેકા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું. એમા આજે બાળકો એ રંગ પુરણી, વકતૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા, સંગીતમાં અલગ અલગ પ્રકારના ડાન્સ વગેરે રજુ કર્યા વિજ્ઞાન ને લગતા અલગ અલગ પ્રયોગો કર્યા, ખેતી ના સાધનો કયા કયા વપરાય એ વિશેનો બાળકોને પરિચય કરવામાં આવ્યું. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read Moreસ્ત્રી સશક્તિકરણનાં મંત્રને સાર્થક કરતી તંત્રની નવતર પહેલ
હિન્દ ન્યુઝ. બોટાદ બોટાદ તાલુકાની ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટેક્ષટાઇલ્સ ક્ષેત્રના શુભારંભ થનાર પ્રથમ અગ્રગણ્ય ઔધોગિક એકમ સ્કાય ટેક્ષટાઇલ્સ ઇન્ડિયા પ્રા.લિ – લાઠીદડ માટે તા.૧૦/૦૧/૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦ કલાકે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૮ (આઠ) પાસની લાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સ્કાય ટેક્ષટાઇલ્સ ઇન્ડિયા પ્રા.લિ – લાઠીદડ ખાતે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સાથે એકમ ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળા…
Read Moreઅનુ. જાતિના ખેડૂતો માટે વિનામૂલ્યે શાકભાજી કીટ વિતરણ તથા ખેડુત શિબીર યોજાઈ
હિન્દ ન્યુઝ , બોટાદ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદ દ્વારા તા.06/01/2022 ના રોજ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે અનુ. જાતિના ખેડૂતો માટે વિનામૂલ્યે શાકભાજી કીટનું વિતરણ તથા બાગાયતી ખેતી તેમજ બાગાયત સહાય યોજનાઓ અંગે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ શિબિરમાં બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તેમના હસ્તે જિલ્લાના કુલ 55 અનુ. જાતિના ખેડૂતોને વિનામૂલ્યે શાકભાજી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાગાયત અધિકારી ચંદ્રેશ પટેલ દ્વારા ખેડૂતોને કીટમાં ફાળવેલ બિયારણ તથા ઇનપુટના ઉપયોગ અંગે માહિતી આપી હતી. સમગ્ર શિબિરનું સંચાલન…
Read Moreબોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં ફરમાવી હથિયાર બંધી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડલીવાળી લાકડી, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે છરી, કુહાડી, ધારીયા,…
Read More