અનુ. જાતિના ખેડૂતો માટે વિનામૂલ્યે શાકભાજી કીટ વિતરણ તથા ખેડુત શિબીર યોજાઈ

હિન્દ ન્યુઝ , બોટાદ

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદ દ્વારા તા.06/01/2022 ના રોજ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે અનુ. જાતિના ખેડૂતો માટે વિનામૂલ્યે શાકભાજી કીટનું વિતરણ તથા બાગાયતી ખેતી તેમજ બાગાયત સહાય યોજનાઓ અંગે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ શિબિરમાં બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તેમના હસ્તે જિલ્લાના કુલ 55 અનુ. જાતિના ખેડૂતોને વિનામૂલ્યે શાકભાજી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાગાયત અધિકારી ચંદ્રેશ પટેલ દ્વારા ખેડૂતોને કીટમાં ફાળવેલ બિયારણ તથા ઇનપુટના ઉપયોગ અંગે માહિતી આપી હતી. સમગ્ર શિબિરનું સંચાલન તથા આભારવિધિ પ્રવિણભાઇ શિયાળીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવાભાઈ તેમજ ચેતનભાઈ સહિતના આગેવાન ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment