હિન્દ ન્યુઝ, કડાણા
કડાણા તાલુકામાં આવેલી ગા્મ પંચાયત માલવણ દ્વારા શૌચાલય ના લાભ થી વચીંત તત્કાલીન ગા્મ પંચાયત માલવણ દ્વારા નવા મુવાડા ગામમાં શૌચાલય ગણ્યા ગાંઠ્યા બનાવવામાં આવ્યા છે ત્યારે એક પણ સૌચાલય ચાલુ કે ઉપયોગ મા લેવાય તેમ નથી. નવા મુવાડા ગામમાં આઠસો(૮૦૦) થી વધારે મતદાતા હોય ત્યારે આ વાત ચર્ચા નો વિષય બની રહે છે. આ ગામમાં હજુ પણ એસી ટકા (૮૦%)માણસો કુદરતી હાજતે ખુલ્લા માં જવુ પડે છે. આમ લોકો ખુલ્લા માં જશે તો બીમારી સામે સરકાર ગમે તેટલા વલણો અપનાવશે તો પણ પહોંચી ના શકાય. શુ સ્વચ્છ ભારત નુ સ્વપ્ન અહીં ના માલવણ ગા્મ પંચાયત ના કોઈ જ કર્મચારીઓ ને લાગુ ના પડતુ હોય તેવા ગા્મ લોકો ના મનમાં પશ્ર્નો ઉભા થાય છે.

કડાણા તાલુકાના તાલુકાના વિકાસ અધિકારી ને નવા મુવાડા ગામના માણસો ની એક જ માંગ છે કે અમારા ગામનુ સૌચાલય અંગે સર્વ થસે કેમ જો સર્વ થાય તો અને તો જ અમારા ગામનો વિકાસ થાય તેમ છે તેમ ગામ વાસીઓ એ આશા સાથે નિરાશા માં વાત જણાવી હતી.
રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર
