પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ કોડીનાર દ્વારા ત્રિવિધ સન્માન સમારોહ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

નિવૃત્ત શિક્ષકો, પ્રતિભાશાળી શિક્ષકો, મેડિકલ અને ટેકનિકલ પરીક્ષા ઉતીર્ણ કરનારનું સન્માન

કોડીનાર પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા નિવૃત થતા શિક્ષકોનો વિદાય સમારોહ, પ્રતિભાશાળી શિક્ષકોનો સન્માન કાર્યક્રમ તેમજ એમ.બી.બી.એસ , ડેન્ટલ , આયુર્વેદિક, હોમિયોપેથિક તથા નીટ અને જી માં સારા માર્કસ સાથે પાસ થયેલા બાળકોનો સન્માન કાર્યક્રમ રાખેલ હતો. તા. ૦૯-૦૧-૨૦૨૨, રવિવાર સવારના ૧૧:૦૦ કલાકે સ્થળ સાર્વજનિક કુમાર છાત્રાલય જુના બસસ્ટેશન, કોડીનાર આ કાર્યક્રમમાં મહત્વના મહેમાનો અને અગ્રણીઓ તેમજ કોડીનાર તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. દીપ પ્રાગટ્ય તેમજ પ્રાસંગિક ઉદબોધન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિભાઇ વાળા, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અભેસિંગભાઈ ડોડિયા તેમજ સામાજિક ન્યાય સમિતિ ગીર સોમનાથ જિલ્લાનાના પ્રતિનિધિ તથા કોડીનાર તાલુકા અને અન્ય ઘટક પ્રાથમિક ઉત્કર્ષ મંડળના પ્રમુખ તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહેલા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિદાય સાથે સન્માન તેમજ પ્રોત્સાહન આપવા માટે કોડીનાર ઘટક મંડળ પ્રમુખ અને પ્રતિનિધિઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યક્રમના અંતે ભોજન તેમજ પ્રોગ્રામને લાઈવ કરી પ્રકાશભાઈ દ્વારા એક નૂતન કાર્ય કરવામાં આવ્યુ હતું. કોડીનાર પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા કોરોના ગાઇડલાઇન અનુસાર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ગીર સોમનાથ જિલ્લાના ઉપ પ્રમુખ અને સમાજ કાર્યો માટે હમેશા સક્રિય એવા રમેશભાઈ વાઢેળ, મહેશભાઈ વાઢેળ, તાલુકા ઘટક સંઘના પ્રમુખ ભીમજીભાઈ વાંજા, વિનોદભાઈ વાઢેળ, કે.એસ.ચૌહાણ, ઉદયભાઈ પરમાર તેમજ અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજકીય અગ્રણીઓ જેમાં પીઢ અગ્રણી તરીકે જેઠાભાઈ, બાલુભાઈ વાઘેલા, સામાજિક અગ્રણીઓ માલાભાઈ વાંજા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિન ભાઈ તેમજ વાંઝાભાઈએ કર્યુ હતું. આ ઉપરાંત અનેક નામી અનામી લોકો અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કોડીનાર શહેર અને તાલુકામાં એક વિચાર એક ભારતના પ્રેરક રાજેશ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ મંડળના રાજય કક્ષાના પ્રમુખ દાનસિંગભાઈ મકવાણા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ વર્ષ દરમ્યાન અનેક સકારાત્મક પ્રવૃત્તિઓ કરે છે. સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ માટે મંડળને અનેક શુભકામનાઓ.

રિપોર્ટર : ખાલેક નકવી, કોડીનાર

Related posts

Leave a Comment