બોટાદ જિલ્લામાં ઉત્તરાયણના પર્વે તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

          બોટાદ સામાજિક વનીકરણ વિભાગ નાયબ વન સંરક્ષકની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ સામાજિક વનીકરણ વિભાગ અંતર્ગત બોટાદ જિલ્લાના તાલુકામાં વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન નિમિત્તે પક્ષીઓને ઉત્તરાયણ પર્વ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે બોટાદ જિલ્લાના દરેક વ્યકિતઓને નિવેદન છે કે, તેમના ગામમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળકો દ્વારા પક્ષીઓને જો કોઈ ઈજા/મૃત્યુ થાય તો તે બાબતે જિલ્લા કંટ્રોલરૂમ, બોટાદના સંપર્ક નં.૭૬૯૮૭ ૮૦૭૭૬ ઉપર તાલુકા પ્રમાણે સેવાભાવી વ્યકિતઓ તથા પરિક્ષેત્ર વન અધિકારીને જાણ કરવા તથા જે-તે લાગુ તાલુકાના વ્યકિતઓનો ઉત્તરાયણ પર્વ તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ સુધી પક્ષીઓની ઈજા/મૃત્યુના બનાવ બને તો સંપર્ક કરી જાણ કરી સેવાના ભાવ સાથે સહાયરૂપ થવા જણાવવામાં આવે છે. વધુમાં જણાવ્યા મુજબ બોટાદ તાલુકામાં અધિકારી – સ્વયંસેવક ઈ.ચા. જિલ્લા નોડલ અધિકારી, સંદિપકુમાર (આઈ.એફ.એસ.) ના.વ.સં., બોટાદ, ઈ.ચા.પ.વ.અ. એ.સી.ડૉડીયા તથા એમ.પી.પાવરા સંપર્ક નંબર-૭૬૯૮૭૮૦૭૭૬, સ્વયંસેવક આર.એલ.શીલુ – ૯૮૨૪૯૪૮૦૧૫, આદિત્ય નેચર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કૃષ્ણનગર – ૭૬૯૮૬૬૨૬૦૧, રાણપુર તાલુકામાં એ.સી.ડૉડીયા (ઈ.ચા.પ.વ.અ.,રાણપુર)–૮૧૬૦૮૪૭૧૫૫, બરવાળા તાલુકામાં એન.એસ.ગોલેતર(ઈ.ચા.પ.વ., બોટાદ) ૬૩૫૨૮૯૨૦૨૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

 

Related posts

Leave a Comment