બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કોરોના-૧૯ માટેની સુચનાઓનું પાલન કરવા પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

હિન્દ ન્યુઝ, બોટાદ

સમગ્ર દેશમા COVID-19 ની અસરોને ધ્યાને લેતાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ ના હુકમ થી સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખાવામાં આવેલ તથા કેટલીક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવેલ છે ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમથી આ અવધી તા.૨૮/૦૨/૨૦૨૧ સુધી અવધિ લંબાવવામાં આવેલ છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૩૧.૧૨.૨૦૨૧ના હુકમથી તા.૦૭-૦૧-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જેથી બોટાદ અધિક જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અન્વયે જાહેરનામાં દ્વારા તા.૧૫/૦૧/૨૦૨૨ સુધી કન્ટેઈમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન તથા તેની બહારના વિસ્તારો માટે માર્ગદર્શિકા બહાર પાડવામં આવેલ છે. આ જાહેરનામામા વધુમાં જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતામાં ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઈ શકશે, લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે, લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે., અંતિમ ક્રિયા – દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યકિતોની મંજૂરી રહેશે, પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન.એ.સી.બસ સેવાઓ ૭૫% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી.બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે, બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફયુમાંથી મુકિત આપવામાં આવે છે., સિનેમાં હોલ બેઠકમાં ૫૦% થી ચાલુ રાખી શકાશે., જીમ સમાવેશ ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે., વોટર પાર્ક તથા સ્વિમિંગ પુલ ક્ષમતાના મહત્તમ ૫૦% સાથે ચાલુ રાખી શકાશે., વાંચનાલયો બેઠક ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે., ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે., જાહેરબગીચાઓ રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે., ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક-ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થી સાથે ચાલુ રાખી શકાશે., શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે., શાળા, કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે., સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે. આ જાહેરનામામા દર્શાવેલ તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતો માટે વેકિસનના બે ડૉઝ ફરજિયાત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭/૧૨/૨૦૨૧ ના હુકમનો સમગ્ર બોટાદ જિલ્લામાં તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ હુકમ તા.૧૫/૦૧/૨૦૨૨ સુધી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. તેમજ આ હુકમનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment