હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તા.૧૦/૦૧/૨૦૨૨ ના રોજ કોર્પોરેટ ઓફીસ ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના રાણપુર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ધારપીપળા તથા પાળીયાદ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ચોરવીરા, ગઢડીયા, લીમ્બોડા, નાના પાળીયાદ, પીપળીયા,સરવા સહિતના ગામો તથા બોટાદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા રોહિશાળા, નસીતપરા સહિતના વિવિધ ગામોમાં પોલીસ તેમજ એસઆરપી અને વિડીયોગ્રાફરને સાથે લઈ ૨૯ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ – ૪૭૮ જેટલા વીજ કનેકશનો ચેક કરવામાં આવેલ તેમાંથી ૭૯ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ/.૨૫.૦૫ લાખની વીજચોરીના દંડ ફટકારવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાં ભવિષ્યમાં પણ વીજચોરી ઝડપવાની સઘન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજચોરોને બક્ષવામાં નહિ આવે તેમ અધિક્ષક ઈજનેરએ વધુમાં જણાવ્યું હતું.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ