હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈને “One District One Green Champion” એવોર્ડ એનાયત થયો છે. ભારત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના મહાત્મા ગાંધી નેશનલ કાઉન્સિલ ઓફ રૂરલ એજ્યુકેશન દ્વારા દેશભરની હાયર એજ્યુકેશન ધરાવતી સંસ્થાઓ માટે સંસ્થા અને પરિસરમા સ્વચ્છતા, જળ સંરક્ષણ, કોવિડ-૧૯ SOP નુ પાલન, સેનિટેશન પ્લાન, નકામા કચરાનુ વ્યવસ્થાપન, કેમ્પસમાગ્રીનરી, ઊર્જા વપરાશનુ નિયમન વિગેરે બાબતોનુ મૂલ્યાંકન કરાયુ હતુ. જેમા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈએ પણ ભાગ લીધો હતો.