ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારી મળશે.જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પનાં સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો,પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે જણાવેલ સ્થળે સંપર્ક સાધવાનો રહેશે.

આ નામ નોંધણી કેમ્પ શિહોર તાલુકાનાં પથિકાશ્રમ ખાતે ૭ તારીખે,ગારીયાધાર તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે ૧૦ તારીખે,મહુવા તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે ૧૩ તારીખે, ઘોઘા તાલુકાનાં તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૯ તારીખે,તળાજા તાલુકા પંચાયત કચેરી મીટિંગ હોલ ખાતે ૨૪ તારીખે અને પાલિતાણા તાલુકાનાં પથિકાશ્રમ, આઇ.સી.ડી.એસ.ખાતે ૨૮ તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

     જે ઉમેદવારોએ રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ છે.તે દરેક ઉમેદવારોએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં “અનુબંધમ” પોર્ટલ વેબસાઇટ

http://www.anubandham.gujarat.gov.in

 પર પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે. રોજગાર કચેરીના દફતરે નોંધાયેલ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની નામ નોંધણી “અનુબંધમ પોર્ટલ”પર કરવાની રહેશે. વધુમાં વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ આ કેમ્પનો લાભ લેવા મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.


Advt.

 

 

Related posts

Leave a Comment