જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એવા સમયે સાવચેતીમાં જ સલામતી છે એ સંદેશ આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા અને મદદનીશ કલેક્ટર સચીનકુમારની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ હતી. શહેરના પાલિકા બજાર, રેલવે સ્ટેશન, બગવાડા દરવાજાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાથી બચવા જાગૃતિનો સંદેશ આપવા આ ડ્રાઈવ યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી તથા મદદનીશ કલેક્ટરએ દુકાનો, ગલ્લા, શાકભાજીની લારીઓ, જાહેર સ્થળ પર બેસેલ ફેરિયા તથા ત્યાં આવતા નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે જણાવ્યું હતું. તેઓએ દુકાનદારોને દુકાનની બહાર માસ્ક ફરજીયાત પહેરવા માટેનું…

Read More

હેલિકોપ્ટર જોય રાઇડ થકી અમદાવાદના પ્રખ્યાત સ્થળોના આકાશદર્શન યોજનાનો શુભારંભ કરાવતા નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી

હિન્દ ન્યુઝ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ પરથી રાજ્યના નાગરિક હવાઇ ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરાવતા કહ્યું કે હવે નાગરિકો એરિયલ વ્યૂથી અમદાવાદનો નજારો માણી શકશે. તેમણે આ હવાઇ સેવાનો ઇમરજન્સીના સંજોગોમાં પણ ઉપયોગ કરી શકાશે તેમ પણ જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે અગાઉ બસ સેવાના માધ્યમથી નાગરિકો શહેર દર્શન કરતા હતા, પણ હવાઇ સેવા એ આધુનિક જમાનાની માંગ છે અને તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો છે. આ અવસરે મંત્રીના હસ્તે જોયરાઈડના પેસેન્જરને બોર્ડિંગ પાસ…

Read More

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટરએ સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, પાટણ રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહયો છે. કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટથી લોકો સંક્રમિત થઇ રહયા છે. ત્યારે પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંધ ગુલાટીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટર સુપ્રીતસિંધ ગુલાટીએ ઉપસ્થિત અધિકારીઓને જો પાટણ જિલ્લામાં કોરોનાના કેસ વધેતો એના નિયંત્રણ માટે પ્રારંભથી જ લેવાના થતા પગલાંઓની ચર્ચા કરી હતી. જેમાં તેઓએ અત્યારથી જ પરિસ્થિતીને અનુરૂપ કોઇપણ ઢીલાશ રાખ્યા વિના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કરવાની થતી કામગીરી જણાવી હતી. શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કેસ સામે…

Read More

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે

હિન્દ ન્યુઝ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ભાવનગર જિલ્લાના એક દિવસીય મુલાકાતે પધારશે. ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતમાં તેઓ ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ સિહોર અને પાલિતાણા ખાતે પણ મુલાકાત લેનાર છે. તેઓ સવારે ૧૦-૦૦ કલાકે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચશે જ્યાં તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયેલ ‘માવતર ઓલમ્પિક-૨૦૨૨’ ના કાર્યક્રમમાં સહભાગી થશે. તેઓ ત્યારબાદ જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા સેન્ટ મેરી સ્કૂલ, શિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને…

Read More

“ટીબી હારેગા ભારત જીતેગા” અમદાવાદને ટીબી મુક્ત કરવાના અભિયાનમાં લોકો જોડાય એ જરૂરી : સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી

હિન્દ ન્યુઝ, સામજિક અને સેવાભાવી સંસ્થાઓના સહકારથી અમદાવાદ શહેર અને જિલ્લાને ટીબી મુક્ત કરવાના અભિયાનમાં સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે ટીબી એટલે ક્ષય રોગ એક જમાનામાં એને રાજરોગ માનવામાં આવતો હતો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટીબીને હરાવવા માટે “ટીબી હારેગા ભારત જીતેગા” એ પ્રકારનો સંકલ્પ કર્યો છે. જયારે WHO એ સમગ્ર વિશ્વમાંથી એક ટાર્ગેટ મુક્યો છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં સમગ્ર વિશ્વમાંથી ટીબી નાબુદ કરીશું ત્યારે આપણા દેશના વડાપ્રધાનનો ધ્યેય છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરીશું. એ માટે સરકાર સાથે જન ભાગીદારીથી આપણે ગામ, શહેર…

Read More

બદલાતા સમયમાં હવાઈ મુસાફરીનાં માંગ વધી છે – રાજયના નાગરિકોને હવાઈક્ષેત્રે મહત્તમ કનેકટીવિટી પુરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે – નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી

હિન્દ ન્યુઝ, નાગરિક હવાઈ ઉડ્ડ્યન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે બદલાતા સમયમાં હવાઈ મુસાફરીનીં માંગ વધી છે. એક સમય હતો કે જ્યારે લોકો માત્ર રેલ કે બસ સેવા પર જ નિર્ભર રહેતા હતા, પણ આજે ઝડપી યુગમાં લોકોની માંગ અને જરૂરિયત વધી છે. સાથે સાથે ઉધ્યોગ-ધંધા વધવાની સાથે વિકાસની ઝડપ પણ વધી છે ત્યારે યાતાયાતની સુવિધામાં હવાઈ સેવાનો ઉપયોગ પણ વધ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં રાજયના નાગરિકોને હવાઈક્ષેત્રે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી આંતરરાજ્ય…

Read More

૨૨૫ બેડની અધત્તન સુવિધાયુક્ત કોઠીયા મલ્ટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના નિકોલ ખાતે કોઠીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે જનસમૂહને સંબોધતા કહ્યું કે, કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે ૩જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ની વયના બાળકોના રસીકરણ માટે ખાસ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે. તેમણે ગુજરાતમાં રસીકરણ માટે રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ અંગે વાત કરતાં જણાવ્યું કે, આગામી ૧૦ જાન્યુઆરીથી રાજ્યમાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને સુરક્ષા-કવચ પુરુ પાડવા રસીકરણ હાથ ધરાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ૧૫ થી ૧૮ની વયના રાજ્યના ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવા માટે રાજ્ય સરકારે…

Read More

૧૨ વર્ષની આર્યા એ ૫ વર્ષમાં ૮ પુસ્તકો લખ્યા. પર્યાવરણનું મહત્વ દર્શાવતું “ઇકો – સિસ્ટમ” ઉપર લખાયેલ “seeds to sow” પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિમોચન થયુ

હિન્દ ન્યુઝ, અમદાવાદ નવસર્જનની શરૂઆત નાના કાર્યો અને પહેલથી જ થાય છે. ક્યારેક તમારા દ્વારા કરાયેલ નાની પહેલ ક્રાતિનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે શરૂ કરાયેલ પ્રારંભને અધૂરું ન મૂકી તેને અંત એટલે કે પરિણામ સુધી જરૂર થી પહોંચાડવું જોઇએ. આ વિચારો છે અમદાવાદ શહેરની બાર વર્ષની લેખિકા આર્યા ચાવડાના. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી આર્યાની પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. હરવા-ફરવા મોજ મસ્તી કરવા ઉમરમાં આર્યા એ વિવિધ જનકલ્યાણ અને સમાજકલ્યાણ અને કહીએ તો વિશ્વ કલ્યાણના વિષયો ઉપર ૮ જેટલા પુસ્તકો લખી ચૂકી છે…

Read More

પોરબંદર જિલ્લાના સમગ્ર ગામોને સ્વચ્છ કરાયા

હિન્દ ન્યુઝ, પોરબંદર સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લાના તમામ ગામોમાં સામુહિક સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા રેલી, પ્લાસ્ટીક એકત્રીકરણ સહિતના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના તમામ ગામોમાં ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ, આંગણવાડી કેન્દ્ર, સ્કુલ, જાહેર શૌચાલય, જાહેર સ્થળો અને શેરીઓમાં સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ ગામો માંથી મોટી માત્રામાં કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. સફાઈ અભિયાન દરમ્યાન પ્લાસ્ટીક એકત્રીકરણ કરી તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગામમાં યોજાયેલ સ્વચ્છતા રેલીમાં શાળાના વિધાર્થીઓ સહભાગી થવાની સાથે સ્વચ્છતા જાળવવા માટે ગ્રામજનોને સંદેશ…

Read More

કોરોના સંક્રમણને ધ્યાને લેતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કેટલાક નિયંત્રણો લંબાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૦/૧૨/૨૦૨૧ ના હુકમથી સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ નિયંત્રણો તા.૨૧/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ જેના અનુસંધાને તા.૨૦/૧૨/૨૦૨૧ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૩૧/૧૨/૨૦૨૧ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે જે અન્વયે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે નિયંત્રણોની અવધિ લંબાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ થી તા.૦૭/૦૧/૨૦૨૨ સુધીના સમગ્ર…

Read More