પોરબંદર જિલ્લાના સમગ્ર ગામોને સ્વચ્છ કરાયા

હિન્દ ન્યુઝ, પોરબંદર

સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લાના તમામ ગામોમાં સામુહિક સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા રેલી, પ્લાસ્ટીક એકત્રીકરણ સહિતના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના તમામ ગામોમાં ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ, આંગણવાડી કેન્દ્ર, સ્કુલ, જાહેર શૌચાલય, જાહેર સ્થળો અને શેરીઓમાં સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ ગામો માંથી મોટી માત્રામાં કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. સફાઈ અભિયાન દરમ્યાન પ્લાસ્ટીક એકત્રીકરણ કરી તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગામમાં યોજાયેલ સ્વચ્છતા રેલીમાં શાળાના વિધાર્થીઓ સહભાગી થવાની સાથે સ્વચ્છતા જાળવવા માટે ગ્રામજનોને સંદેશ આપ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદરના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં તાલુકાકક્ષાના કર્મચારીઓ, વિધાર્થીઓ અને ગ્રામજનો સહભાગી થયા હતા.

Related posts

Leave a Comment