રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે

હિન્દ ન્યુઝ,

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ભાવનગર જિલ્લાના એક દિવસીય મુલાકાતે પધારશે. ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતમાં તેઓ ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ સિહોર અને પાલિતાણા ખાતે પણ મુલાકાત લેનાર છે. તેઓ સવારે ૧૦-૦૦ કલાકે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચશે જ્યાં તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયેલ ‘માવતર ઓલમ્પિક-૨૦૨૨’ ના કાર્યક્રમમાં સહભાગી થશે. તેઓ ત્યારબાદ જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા સેન્ટ મેરી સ્કૂલ, શિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ તેઓ કૃષ્ણનગર ઉપાશ્રય,મહિલા કોલેજ ખાતે પ્રબોધસુરી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવશે. આ કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી વિકાસલક્ષી વાર્તાલાપ કરશે. બપોર બાર તેઓ સિહોર ખાતે લોકોનું અભિવાદન સ્વીકારશે. ત્યારબાદ તેઓ પાલીતાણા ખાતે આવેલ કાળભૈરવ મંદિર, તળેટી ખાતે દાદા, શ્રી શેત્રુંજય નવકાર ધામ ખાતે દર્શન કરશે તેમજ જૈન ભગવંતોના આશીર્વાદ મેળવશે.દર્શન કર્યા બાદ તેઓ સાંજે સાંજે સ્નાનઘાટ, રોહીશાળા તીર્થ ખાતે આરતીમાં પણ સહભાગી થવાના છે. રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદ અંગે કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. તેને અનુલક્ષીને નજીકના ભૂતકાળમાં પાલિતાણા તાલુકામાં બનેલાં લવજેહાદના કેસમાં ગૃહરાજ્ય મંત્રી અસરગ્રસ્ત દીકરીના પરિવારજનોને પણ મળવાનાં છે.

Related posts

Leave a Comment