હિન્દ ન્યુઝ,
સામજિક અને સેવાભાવી સંસ્થાઓના સહકારથી અમદાવાદ શહેર અને જિલ્લાને ટીબી મુક્ત કરવાના અભિયાનમાં સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે ટીબી એટલે ક્ષય રોગ એક જમાનામાં એને રાજરોગ માનવામાં આવતો હતો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટીબીને હરાવવા માટે “ટીબી હારેગા ભારત જીતેગા” એ પ્રકારનો સંકલ્પ કર્યો છે. જયારે WHO એ સમગ્ર વિશ્વમાંથી એક ટાર્ગેટ મુક્યો છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં સમગ્ર વિશ્વમાંથી ટીબી નાબુદ કરીશું ત્યારે આપણા દેશના વડાપ્રધાનનો ધ્યેય છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરીશું. એ માટે સરકાર સાથે જન ભાગીદારીથી આપણે ગામ, શહેર અને રાજ્ય તથા દેશને અવશ્ય ટીબી મુક્ત કરી શકીશું. આ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે આજે અમદાવાદમાં સ્કેલ અપ ઓફ ટ્રીટમેન્ટ એધેરંસ મેનેજમેન્ટ સીસ્ટમ MERM & TMEAD નો સેમીનાર યોજાયો હતો. એક નવી ટેક્નોલોજીના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલ MERM બોક્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બોક્સમાં ગોઠવવામાં આવેલા સીમ કાર્ડ દ્વારા દર્દીઓ સાથે નિયમિત સંપર્ક રાખવામાં આવશે તેઓ નિયમિત દવા સારવાર, જરૂરી પોષક આહાર લઇ રહ્યા છે કે નહિ તેની તમામ વિગતોની જાણકારીની અહી એન્ટ્રી કરવામાં આવશે તથા માહિતીનું સેન્ટર પર મોનીટરીંગ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પણ આ સારવાર નિશુલ્ક પણે આપવામાં આવશે. જેમાં અમદાવાદમાં ૧૨૦૦ દર્દીઓને MERM અને ૮૦૦ દર્દીઓનો TMEAD બોક્ષ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાત સરકારના ટ્યુબરક્લોસીસ (ટીબી) ના ચીફ ડો. સતીષભાઈ મકવાણા, ડો. દિલીપભાઈ માવલણકર, ડો. દીપકભાઈ સક્સેના (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર), ડો. યોગેશભાઈ પટેલ અને ડો. મલય શાહ (વર્લ્ડ હેલ્થ પાર્ટનર), અને મોટી સંખ્યામાં ડોકટરો, પેરા મેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.