હિન્દ ન્યૂઝ, બોટાદ ભારત વર્ષના 73 માં પ્રજાસત્તાક પર્વની બોટાદ ખાતે જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી તેમણે પ્રજાસત્તાક સ્વાતંત્ર્ય સેનાનીઓના શહિદોને શ્રધ્ધાજંલી પાઠવી દરેકને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજના ગણતંત્ર દિવસે આપણને આઝાદી અપાવનાર અને દેશની સ્વતંત્રતા માટે પોતાની જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપુતોનું સ્મરણ કરી એમને શ્રધ્ધાંજલી અર્પી જણાવ્યું હતું કે, આજના પાવન દિને 72 વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો.…
Read MoreDay: January 26, 2022
૭૩-માં પ્રજાસત્તાક દિનની થાનગઢ તાલુકામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, થાનગઢ મામલતદાર આર.એસ.લાવડીયાએ ધ્વજરોપણ કરી, રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ મામલતદાર આર.એસ.લાવડીયાએ સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું કે તા.૨૬-મિ જાન્યુઆરી-૧૯૫૦ માં ભારતનું સંવિધાન/બંધારણ અમલમાં આવ્યું. બંધારણ વિશ્વમાં સૌથી મોટું લિખિત બંધારણ છે. બંધારણે બધા જ ધર્મ, જાતિને સમાનતાના હક્ક આપ્યા છે. બંધારણનું નિર્માણ ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલ, જેને તૈયાર કરવામાં ૨-વર્ષ ૧૧-મહિનાનો સમય લાગેલ. અનેકતામાં એકતાએ આપણી વિશિષ્ટતા છે. ભારતના હજારો નવયુવાનોના બલિદાન, શહીદી અને મહાત્મા ગાંધી, સરદાર…
Read Moreજિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસતાક પર્વની ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક દિનની પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મંત્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો…
Read Moreજસદણ ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસતાક દિવસ ઉજવાયો
હિન્દ ન્યુઝ, આજે 73માં પ્રજાસતાક દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જસદણના ચોટીલા રોડ મોડર્ન સ્કૂલ ખાતે યોજાયો હતો જસદણ પ્રાંતધિકારી પ્રિયંકકુમાર ગલચર ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ રાટ્રધ્વજ ને સલામી બાદ પ્રિયંકકુમાર ગલચર દ્વારા રાષ્ટ્ર જોગ સંદેશ આપેલ આજરોજ 26 મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ સન્માન કરવામાં આવેલ તેમજ સમાજમાં અલગ-અલગ જગ્યાએથી આવતા લોકો દ્વારા જે કોરોનાની મહામારી માં કામગીરી કરવામાં આવેલ તેઓને જસદણ પ્રાંત અધિકારી દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ પદાધિકારીઓ દ્વારા પણ અલગ-અલગ લોકોનું સન્માન કરેલ તેમજ મામલતદાર માકડીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં…
Read Moreઅરવલ્લીના મોડાસા ખાતે આન-બાન-શાન સાથે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, મોડાસા અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૩મો પ્રજાસત્તાક પર્વ મોડાસાની ઇજનેરી કોલેજ ખાતે જિલ્લા સમાહર્તા નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી સાથે કોરોના વોરીયર્સને પણ શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની એકતા અને અખંડિતાને ટકાવી રાખવામાં સંવિધાનનો મોટો ફાળો હોવાનું જણાવી દરેક નાગરીકને બંધારણમાંથી મળેલ મૂળભૂત ફરજો અને મૌલિક અધિકારોની સમજ આપી તેના દાયિત્વને નિભાવવા અરજ કરી હતી. વૈવિધ્યતાથી સમૃધ્ધ એવા દેશના નાગરિકો લોકશાહિને સાચવી રહ્યા હોવાનું…
Read Moreબાસ્પા વરાણા વચ્ચે અલ્ટો કાર લક્ઝરી વચ્ચે થયો અકસ્માત, ઘટના સ્થળે બે મોત, ત્રણ ની હાલત ગંભીર
હિન્દ ન્યૂઝ, રાધનપુર રાધનપુર મહેસાણા હાઇવે ઉપર અકસ્માત બનવાનો સિલસિલો યથાવત આ રસ્તા ઉપર બનેલ ઘટના અકસ્માત મા કેટલાક લોકો એ જીવ ગુમાવ્યા છે. તો કેટલાક સારવાર અર્થે ગંભીર હાલત હોઈ સારવાર લઈ રહ્યા છે. ગતરોજ રાત્રી માં ૮:૦૦ વાગ્યા ના સુમારે સમી તાલુકા ના વરાણા ગામ પાટિયા અને ખોડીયાર હોટેલ નજીક અલ્ટો કાર અને લક્ઝરી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અલ્ટો ગાડી કચરઘણ વળી ગયો હતો, અકસ્માત મા અલ્ટો ગાડી મા બેઠેલા ૨ વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારે ૩ ને ગંભીર ઈજાઓ થઈ હતી. સૂત્રો ના…
Read More