૭૩-માં પ્રજાસત્તાક દિનની થાનગઢ તાલુકામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, થાનગઢ

             મામલતદાર આર.એસ.લાવડીયાએ ધ્વજરોપણ કરી, રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ મામલતદાર આર.એસ.લાવડીયાએ સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું કે તા.૨૬-મિ જાન્યુઆરી-૧૯૫૦ માં ભારતનું સંવિધાન/બંધારણ અમલમાં આવ્યું. બંધારણ વિશ્વમાં સૌથી મોટું લિખિત બંધારણ છે. બંધારણે બધા જ ધર્મ, જાતિને સમાનતાના હક્ક આપ્યા છે. બંધારણનું નિર્માણ ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલ, જેને તૈયાર કરવામાં ૨-વર્ષ ૧૧-મહિનાનો સમય લાગેલ. અનેકતામાં એકતાએ આપણી વિશિષ્ટતા છે.

            ભારતના હજારો નવયુવાનોના બલિદાન, શહીદી અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ એવા અને નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓની લડત થકી આપણને આઝાદી મળી છે અને ભારતએ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. અને વિશ્વમાં આપણને બધા જ આદરભાવે જોવે છે. સાથોસાથ વિશ્વનો મોટામાં મોટો લોકશાહી દેશ છે અને લોકશાહીનું જતન કરવા દેશવાસીઓએ અભૂતપૂર્વ યોગદાન આપે છે. રાજય સરકારે છેવાળાના માનવીને લાભ મળે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકેલ છે અને જેના થાકી નાગરિકો સેવાનો લાભ મેળવી રહ્યા છે. શુસાસનમાં ગુજરાત નંબર-૧ ઉપર છે. થાનગઢએ સિરામિક હબ છે. ૩૦૦-ઉપરાંત યુનિટો આવેલ છે જેના થાકી હજારો મહેનતકરા માનવીઓના ચુલા જલે છે. આવા સાહસિકો રાષ્ટ્રના વિકાસમાં મહતમ યોગદાન આપી રહ્યા છે. તે ઉપરાંત માટીના માટલા, જગ. વિગેરે ગૃહઉદ્યોગો ધમધમી રહ્યા છે. મામલતદાર કચેરી, થાનગઢ દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ શહેરી- ગ્રામીણ ગરીબોની ૮૨૧- અરજીઓ મંજુર કરેલ છે. જેના થાકી ઘઉં ૨૮,૭૦૦ કી.ગ્રામ તથા ૬૧૫૦-કી.ગ્રામ ચોખાનો દર માસે લાભ મળશે. જેના થકી કુપોષણ સામેની લડાઈજીતી શકાશે.

          ૪૧- વિધવા ત્યકતાબહેનોને અંત્યોદય હેઠળ આવરી, મહીને ૨૫-કી.ગ્રામ ઘઉં અને ૧૦ કિ.ગ્રામ ચોખાનો જથ્થો મળશે. ગંગા સ્વરૂપા બહેનો/વૃદ્ધ નિરાધાર સહાય-૪૮૬ મંજુર કરેલ છે. દેશ અને ગુજરાતના વિકાસમાં સૌને યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં બે બાળાઓ સુંદર સ્પીચ આપી, વાહ વાહ મેળવી. કાર્યક્રમમાં આરોગ્ય, શિક્ષણ, વહીવટી, વૃક્ષ ઉછેરના ક્ષેત્રે પ્રસંસનીય કાર્ય તે બિરદાવવા ૨૫ કર્મયોગીને શિલ્ડ આપી, સન્માન કરવામ આવ્યું. સુંદર ફૂલછોડ, રંગોળી, આકર્ષક બેનર સાથે ધામધૂમથી પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો. પ્રજાસત્તાક પર્વમાં તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેકટર તથા પદાધિકારીઓએ હાજરી આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા હેમંતસિંહ મકવાણા તથા તેની ટીમએ જહેમત ઉઠાવેલ

રિપોર્ટર : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment