જસદણ ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસતાક દિવસ ઉજવાયો

હિન્દ ન્યુઝ,

આજે 73માં પ્રજાસતાક દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જસદણના ચોટીલા રોડ મોડર્ન સ્કૂલ ખાતે યોજાયો હતો જસદણ પ્રાંતધિકારી પ્રિયંકકુમાર ગલચર ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ રાટ્રધ્વજ ને સલામી બાદ પ્રિયંકકુમાર ગલચર દ્વારા રાષ્ટ્ર જોગ સંદેશ આપેલ આજરોજ 26 મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ સન્માન કરવામાં આવેલ તેમજ સમાજમાં અલગ-અલગ જગ્યાએથી આવતા લોકો દ્વારા જે કોરોનાની મહામારી માં કામગીરી કરવામાં આવેલ તેઓને જસદણ પ્રાંત અધિકારી દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ પદાધિકારીઓ દ્વારા પણ અલગ-અલગ લોકોનું સન્માન કરેલ તેમજ મામલતદાર માકડીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જસદણ પ્રાંત અધિકારી ગલચર, મામલતદાર, નાયબ મામલતદાર ઝાલા, જસદણ પીઆઇ રાણા, આટકોટ પીએસઆઇ મહેતા, તાલુકા વિકાસ અધિકારી પરમાર, જસદણ શહેર વેક્સિનેશન ના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ તેમજ મોડલ સ્કૂલ પ્રિન્સિપાલ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને પત્રકાર મિત્રો હાજર રહેલ કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે આજનો કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારબાદ સૌને નાસ્તા-પાણી કરાવી કાર્યક્રમ પૂર્ણ કરેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment