બાસ્પા વરાણા વચ્ચે અલ્ટો કાર લક્ઝરી વચ્ચે થયો અકસ્માત, ઘટના સ્થળે બે મોત, ત્રણ ની હાલત ગંભીર

હિન્દ ન્યૂઝ, રાધનપુર

રાધનપુર મહેસાણા હાઇવે ઉપર અકસ્માત બનવાનો સિલસિલો યથાવત આ રસ્તા ઉપર બનેલ ઘટના અકસ્માત મા કેટલાક લોકો એ જીવ ગુમાવ્યા છે. તો કેટલાક સારવાર અર્થે ગંભીર હાલત હોઈ સારવાર લઈ રહ્યા છે. ગતરોજ રાત્રી માં ૮:૦૦ વાગ્યા ના સુમારે સમી તાલુકા ના વરાણા ગામ પાટિયા અને ખોડીયાર હોટેલ નજીક અલ્ટો કાર અને લક્ઝરી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અલ્ટો ગાડી કચરઘણ વળી ગયો હતો, અકસ્માત મા અલ્ટો ગાડી મા બેઠેલા ૨ વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારે ૩ ને ગંભીર ઈજાઓ થઈ હતી. સૂત્રો ના જણાવ્યા અનુસાર સંખેશ્વર તાલુકા ના ટુવડ ગામનો પરિવાર પોતાની અલ્ટો ગાડી લઈ ને ઘર તરફ વળી રહ્યા હતાં. તે દરમિયાન વરાણા બાસ્પા વચ્ચે પહોંચતા સમય લક્ઝરી આવતા ધડાકા ભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા અલ્ટો ગાડી મા બેઠેલ ૨ વ્યક્તિ ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાતા તેમને ૧૦૮ ની મદદ લઇ સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની હાલત બહુ જ ગંભીર હોઈ વધુ સારવાર અર્થે ધારપુર પાટણ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. આ હાઇવે રાત્રી ના સમયે કાળમુખો બનતા બે ના જીવ લેવાઈ જતા પરિવાર મા માતમ છવાઇ જવા પામ્યો છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment