ભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા હાલ મોકુફ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત શહેર અને ગ્રામ્યકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન નક્કી કરવામાં આવેલ હતું. તાલુકાકક્ષા અને ઝોનકક્ષાની સ્પર્ધા તા.૧૦/૦૧/૨૦૨૨ નાં રોજ પ્રારંભ થનાર હતી અને જિલ્લાકક્ષા સ્પર્ધા તા.૧૭,૧૮/૦૧/૨૦૨૨ શહેરકક્ષાની સ્પર્ધા અને તા.૧૯,૨૦/૦૧/૨૦૨૨ ગ્રામ્યકક્ષાની સ્પર્ધા યોજાનાર હતી જે હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી તા.૦૬/૦૧/૨૦૨૨ થી કોરોના (Omicron Variant) નું સંક્રમણ વધતાં ગુજરાત સરકાર તરફથી તમામ કાર્યક્રમો રદ કરવામાં આવેલ હોય જેથી આ કાર્યક્રમ પણ હાલ મોકુફ રાખવામા આવેલ છે. સરકાર તરફથી નવી સૂચના મળતા કલા મહાકુંભની નવી તારીખો જાહેર કરવામાં આવશે જે ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ ધ્યાન પર લેવાં જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

બ્યુરો ચીફ (ભાવનગર): હકીમ ઝવેરી

Related posts

Leave a Comment