હિન્દ ન્યુઝ,
વેરાવળ નગરપાલિકા ની પહેલી જવાબદારી હોય છે કે શહેર ને સ્વચ્છ રાખે જેથી શહેરીજનો નિરોગી રહે અને લોકોનું સ્વાસ્થ શ્રેષ્ઠ બને.પણ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જે 2 લાખ થી વધુ લોકોને પ્રાથમિક સગવડતા પૂરી પાડી રહી છે તે સફાઈ બાબતે નિષફળ જઇ રહી છે તેવુ દેખાઈ રહ્યું છે. નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાકટર ને ડોર ટુ ડોર કચરા નિરાકરણ ની કામગીરી સોંપવામાં આવેલ છે તે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયેલ છે. વેરાવળ શહેરના એક જાગૃત નાગરિક હાજીભાઇ પંજા ની માહિતી થી એ વાત સાબિત થઈ છે કે આ ડોર ટુ ડોર ના કોન્ટ્રાક્ટ પોતાના એગ્રીમેન્ટ પ્રમાણે કામગીરી કરવામાં નિષ્ફળ થયા છે. કોન્ટ્રાકટર પાસે પૂરતા પ્રમાણમાં વાહનો, કર્મચારીઓ કે ટેકનિકલ સાધનોનાં અભાવને કારણે સમગ્ર વેરાવળ ના મોટા ભાગના રહીશો આ ત્રાસ ભોગવી રહયા છે અને ગંદકી ને કારણે લોકો રોગચારા નું ડર સેવી રહયા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્વચ્છ અને નિરોગી ગામ રહે તે માટે કરોડો રૂપિયા ખર્ચે છે પણ વેરાવળ શહેર મા સરકાર ના પૈસા તેમજ કરોડો નું જે ટેક્સ સામાન્ય લોકો નગરપાલિકા ને આપે છે તે સંપૂર્ણ રીતે વેરફાઈ રહયા છે તેવું લોકોમાં ચર્ચા થઈ રહી છે. નગરપાલિકા ના સતાધિકારી અને પદાધિકારીઓ શહેર ને સ્વચ્છ અને નિરોગી બનાવવા માટે કટિબધ્ધ છે તો પછી આવા બેજવાબદાર કોન્ટ્રાકટર પર કોઈ કાયદેસર ની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? સફાઈ ની સમસ્યા દિન પ્રતિ દિન વધતી જાય છે જે અંગે વેરાવળ ના જવાબદાર સતાધીકારીઓ અને પદાધિકારીઓ ને અનેકવાર રજૂઆત કરતા નિરાકરણ ન આવતા નગરસેવક અફઝલ પંજા દ્વારા પ્રાદેશિક કમિશનર અને શહેરી વિકાસ મંત્રી ને લેખિત ફરિયાદ કરેલ છે.
રિપોર્ટર : મુસ્તાક પટની, વેરાવળ