જામનગર ખાતે સમસ્ત બ્રહ્મહસમાજ ની મિટિંગનું આયોજન કરેલ

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર ખાતે સમસ્ત બ્રહ્મહસમાજ ની મિટિંગનું આયોજન કરેલ. આ કાર્યક્રમ માં હાજર રહેલ 25 હોદેદારો અને મહિલા પાંખ માં 500 બહેનો જોડાયા હતા અને 100 બહેનો જે બ્રહ્મહસમાજ નાં છે અને અલગ અલગ પ્રકાર નાં વ્યાપાર ઉદ્યોગ ચલાવી રહ્યા છે. એમનુ ગ્રુપ બનાવી એ બહેનો ને આગળ લાવવા એમની પાસે થી જ ખરીદી કરવી એવો સંકલ્પ લીધો હતો. દરેક બહેનો એ અને બ્રહ્મહસમાજ ના બહેનો ને બિઝનેસ અને જોબ માટે પ્લેટફોર્મ મળે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા પ્રીતિબેન શુકલ એ હજી વધુ ને વધુ સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ સ્વરાષ્ટ્ર જોડાવા એમના મોબાઈલ નંબરમાં વોઇસ મેસેજ કરી વૉટસેપ ગ્રુપ માં જોડાવા અનુરોધ કરેલ છે. હાલ માં સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ સવરાષ્ટ્ર દ્વારા વિવિધ સરકારી ભરતી માટે ની જી.પી.એસ.સી, યુ.પી.એસ સી પરીક્ષા ની તૈયારી માટે મોટી ફિસ લઈ ને વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એના માટે સાવ ફ્રિ રોજ ની 2 કલાક નું ટ્યૂશન એક્ષપર્ટ દ્વારા વિદ્યા સાગર કોલેજ માં આપી રહેલ છે તો વધુ વિદ્યાર્થીઓ જોડાય એવી લાગણી વ્યક્ત કરેલ છે અને નજીક ના દિવસો માં જ વિવિધ હરીફાઈઓ યોજાશે એમાં મહિલાઓ ની ક્રિકેટ ટિમ ની મેચ અને ભારતીય સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ યોગ આયુર્વેદને વેગ આપી બ્રહ્મહસમાજ ને નિરોગી અને સ્વસ્થ બનાવવા પ્રયત્નો કરશે. જિલ્લા મહિલા પ્રમુખ પ્રીતિબેન શુકલ, મહામંત્રી મનીષાબેન સુમ્બડ, ઉપપ્રમુખ રેખાબેન વિયાસ (સિક્કા), જયશ્રીબેન જોષી, હંસાબેન બૂજ્જડ, મીનાબેન જીયોતિષી વગેરે આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા

Related posts

Leave a Comment