પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને પ્રભારી સચિવ ડી.જી.પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ ડી.જી.પટેલ તેમજ જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા દ્વારા પણ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૮, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. દેવભમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. બીજી લહેરના અનુભવોમાંથી આગોતરી તૈયારીથી સજ્જ થઇ ત્રીજી લહેરમાં કોઇ તૃટીઓ ન રહે તેમ પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું. તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો સાથે જ મંત્રીએ લોકોને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા પણ અપીલ કરી હતી. ૧૫ થી ૧૮ વર્ષના બાળકોના રસીકરણની કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવતા જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, ઈન્ચાર્જ અધિક નિવાસી કલેકટર અને ડીઆરડીએ નિયામક ભાવેશભાઈ ખેર, પોલીસ અધિક્ષક સુનિલ જોષી, ભાજપ જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ કણઝારીયા અને મયુરભાઈ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.રાજ સુતરીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ર્ડો.હરીશ મટાણી, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ સહિત જિલ્લાના વિવિધ સબંધિત અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ગૌરાંગ ભૂંડિયા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment