પ્રવર્તમાન કોવિડ પરિસ્થિતિ ને અનુલક્ષી ને તા. ૦૯/૦૧/૨૦૨૨, રવિવારના રોજ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભાવનગર પ્રવાસે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત સરકારના કેબિનેટ (શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી) મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાંજે ૫:૩૦ કલાકે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના સામેની લડાઈની તૈયારીઓનું અવલોકન કરશે. ત્યારબાદ તુરંત સાંજે ૬ કલાકે મેડીકલ હોસ્પિટલ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર, અધિકારીઓ, ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો તેમજ સ્થાનિક સંગઠન ભાજપના આગેવાનો ઉપસ્થિતિમાં પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિને અનુલક્ષીને સમીક્ષા કરશે. જેમાં ભાવનગરમાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે. જીતુભાઈ વાઘાણી મીડિયાના મિત્રોને સંબોધન પણ કરશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment