બોટાદ પીજીવીસીએલ જુના પાવર હાઉસ કંપાઉન્ડ ખાતે અધિક્ષક ઈજનેરના અધ્યસ્થાને ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, બોટાદ

બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની બોટાદ વર્તુળ કચેરી દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ પીજીવીસીએલ જુના પાવર હાઉસ કંપાઉન્ડ બોટાદ ખાતે અધિક્ષક ઈજનેર પી.જે.મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ દ્વારા પ્રવચનમાં જણાવેલ કે, તમામ કર્મચારી દેશવાસીઓને તેમજ નગરજનોને સ્વચ્છતા જગૃતિ અભિયાન ઉપર ખાસ ધ્યાન રાખવા અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ દેશના વિકાસ માટે વીજ ચોરીનું દૂષણ નાબુદ કરવું જરૂરી હોય કંપનીના કર્મચારી દ્વારા વીજ ચોરી સામે કડક ઝુંબેશ, ટી એન્ડી લોસીશ ઘટાડી અને વીજ બીલની બાકી રકમ વસુલી કંપનીનો વિકાસ તથા દેશનો વિકાસ થાય તે કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધિકારી – કર્મચારીઓ તેમજ બોટાદના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment