હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
સાબરકાંઠામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે શહીદ દિન નિમિત્તે મૌન પાળવામાં આવ્યું હતું. ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨, રવિવારના રોજ શહીદ દિનની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી. જેના ઉપલક્ષ્યમાં જિલ્લામાં સવારે ૧૧.૦૦ વાગે સાયરન વગાડી બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા કામકાજની અને વાહન વ્યવહારની ગતિને બે મિનિટ પૂરતી બંધ રાખી મૌન પાળવામાં આવ્યું હતું. પુરવઠા અધિકારી, જમિન સંપાદન અધિકારી, નાયબ ચીટનિશ અધિકારી સહિત સૌ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા સવારે ૧૧.૦૦ વાગે બે મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.


