હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વેરાવળ-પ્રભાસ પાટણ સંયુ્ક્ત નગરપાલિકા દ્વારા લોહાણા સમાજની વાડી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સેવાઓ અને યોજના લાભ માટે મળેલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે દીપ પ્રગટાવી સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
નગરપાલિકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડીએ જણાવ્યું કે, સેવાસેતુએ રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જે પ્રજાલક્ષી યોજનોને લોકો સાથે જોડનારી કળી બન્યો છે. લોકોને ઘરઆંગણે સેવાઓ આપનારો આ કાર્યક્રમ સાચા અર્થમાં સુશાનની પરિભાષાને ચરિતાર્થ કરે છે. જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અગણિત સેવાઓ છેવાડાના માનવીના વિકાસપથ આગળ લઈ જવા માટે ચાલી રહી છે. જેનો લાભ લઈને લોકોના જીવનધોરણ સુધર્યું છે. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસપથ પર અગ્રેસર રહ્યું છે તેમ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ કપિલ મહેતા, નગરપાલિકા ચીફ ઓફિસર દેવીબેન ચાવડા, વેરાવળ શહેર મામલતદાર એન.એમ શામળા સહિતના અધિકારીઓ -પદાધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા