હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર નેસ વિસ્તારમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના કુટુંબોના વડાઓએ જસ્ટીસ કારીયા કમિટિ દ્વારા જેઓને સુનાવણી માટેની ૦૨ નોટીસ મળી છે. તેમ છતાં હાજર રહ્યા નથી અને પુરાવા રજૂ કર્યા નથી. જેથી જેઓ પુરાવા રજૂ કરવા માંગતા હોય તો તા.૨૯-૧૦-૧૯૫૬ની સ્થિતિના પુરાવા સાથે મામલતદાર, જસ્ટિસ કારિયા કમિટિ, બીજો માળ, જૂનાગઢ કલેક્ટર કચેરીએ સરકારી કામકાજના દિવસો અને સમય દરમિયાન તા.૩૧-૧૨-૨૦૨૧ સુધી રજૂ કરી શકશે. આ સમયમર્યાદા સુધીમાં કોઈ રજૂઆત કે પુરાવા રજૂ નહિં કરવામાં આવે તો આદિજાતિ ભરવાડ, ચારણ અને રબારી પૈકી કોઈએ રજૂઆત કે પુરાવા રજૂ કરવાના નથી. તેમ અનુમાન થશે. તેમ સભ્ય સચિવ ગીર, બરડા, આલેચની કમિટીની યાદીમાં જણાવાયું છે.