મોરબી જીલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જીલ્લા ખાતે તા.૦૩/૧૨/૨૦૨૧ ના સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ડૉ. સર્ટિ તેમજ UDID કેમ્પ અને દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન તેમજ ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટેનો વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે મતદાર નોધણી અધિકારી, ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મદદનીશ મતદાર નોધણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તાર અને મામલતદાર ગ્રામ્યના ડી.જે. જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વીપ (SVEEP) નોડલ બી.એમ. સોલંકી, સિવિલ હોસ્પિટલ મોરબીના અધિક્ષક દૂધરેજીયા, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ…

Read More

મકરસંક્રાંતિ વિષય પર અમરેલી જિલ્લાકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, અમરેલી રમત ગમત વિભાગ દ્વારા મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ અભિયાન અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસપ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરાશે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેઈજ, યુ ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમત ગમત પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ગણવાની રહેશે) વર્ષના…

Read More

જૂનાગઢ જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મતદારયાદી સુધારણા કામગીરીને ઝડપી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ નવેમ્બર મહિનામાં શ્રેષ્ડ કામગીરી કરનાર વંથલીના આસિસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ તા.૧/૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરી જૂનાગઢ જિલ્લામાં ચાલી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રિવ્યું બેઠક યોજાઇ હતી. જેમાં મતદારયાદીમાં વધુમાં વધુ મતદારો જોડાય અને કામગીરીને ઝડપી કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી…

Read More

‘‘હર ઘર દસ્તક’’ કાર્યક્રમ રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સપ્તાહમાં ત્રણ દિવસ યોજાનારી કોરોના રસીકરણની મેગાડ્રાઈવ

હિન્દ ન્યુઝ, જિલ્લામાં ૧૦૨.૨૯ % લોકોને પ્રથમ અને ૭૩.૨૬ % બીજા ડોઝનું રસીકરણ સંપન્ન રાજકોટ તા. ૨ ડીસેમ્બર – કોરોનાની ત્રીજી વેવથી નાગરિકોને રક્ષણ પૂરૂં પાડવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ કાર્યક્રમ ‘‘હર ઘર દસ્તક’’ અન્વયે આરોગ્ય તંત્ર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના તમામ લોકો માટે સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિવારે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવ યોજાશે. ‘‘કોરોનાથી બચવા, સંપૂર્ણ કોરોના રસીકરણ એજ શ્રેષ્ઠ ઉપાય છે’’, આ સંદર્ભમાં વેક્સિન આપવાની કામગીરીનો વેગ વધારવા તથા વધુમાં વધુ લોકોને ઝડપથી રસીકરણનો લાભ મળી રહે…

Read More

‘‘આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ’’ ૨૧ પ્રકારના દિવ્યાંગજનોને મળી રહ્યો છે સરકારી યોજનાઓનો સધિયારો

હિન્દ ન્યુઝ, રાજકોટ યુનિક ડિસેબલીટી કાર્ડ આપવામાં રાજકોટ ગુજરાતમાં પ્રથમ દિવ્યાંગોને એસ.ટી.બસમાં ગુજરાતમાં નિઃશુલ્ક મુસાફરી, માસિક પેન્સન, શિષ્યવૃતિ, ઇલેક્ટ્રિક બાઇકમાં સબસીડી સહીત અનેક સાધન સહાય ૩ જી ડિસેમ્બરના રોજ ‘‘આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. દિવ્યાંગજનો સમાજનો એક હિસ્સો છે. તેમના પ્રત્યે સમાનતા, સમભાવ અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવવા માટે વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. જેનું આ વર્ષનું થીમ છે-‘‘કોવિડ-૧૯ પછીના સર્વસમાવેશક, સુલભ અને સુચારૂ વિશ્વ તરફ વિકલાંગ વ્યક્તિઓનું નેતૃત્વ અને સહભાગિતા’’. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોને આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને માનસિક સધિયારો મળી રહે તે માટે…

Read More

ખંભાળીયા નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિકલાંગોને સમાન ત્તકો, સમાન અધિકારો મળે તથા વિકલાંગોમાં વિકાસલક્ષી પ્રવૃતિઓમાં પ્રગતિ કરે તે માટે “વિશ્વ વિકલાંગ દિન”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે વિકલાંગ મતદારોને મતદાર ઓળખકાર્ડ નોંધણી અને સુધારા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિકલાંગોને સમાજ સુરક્ષા વિભાગની યોજનાકીય આદેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે વિકસીત થવુ હોય તો…

Read More