‘‘આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ’’ ૨૧ પ્રકારના દિવ્યાંગજનોને મળી રહ્યો છે સરકારી યોજનાઓનો સધિયારો

હિન્દ ન્યુઝ, રાજકોટ

યુનિક ડિસેબલીટી કાર્ડ આપવામાં રાજકોટ ગુજરાતમાં પ્રથમ દિવ્યાંગોને એસ.ટી.બસમાં ગુજરાતમાં નિઃશુલ્ક મુસાફરી, માસિક પેન્સન, શિષ્યવૃતિ, ઇલેક્ટ્રિક બાઇકમાં સબસીડી સહીત અનેક સાધન સહાય ૩ જી ડિસેમ્બરના રોજ ‘‘આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. દિવ્યાંગજનો સમાજનો એક હિસ્સો છે. તેમના પ્રત્યે સમાનતા, સમભાવ અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવવા માટે વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. જેનું આ વર્ષનું થીમ છે-‘‘કોવિડ-૧૯ પછીના સર્વસમાવેશક, સુલભ અને સુચારૂ વિશ્વ તરફ વિકલાંગ વ્યક્તિઓનું નેતૃત્વ અને સહભાગિતા’’. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોને આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને માનસિક સધિયારો મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવાઇ છે. રાજકોટ જિલ્લામાં ૨૧ જેટલી દિવ્યાંગતા સંદર્ભે લગભગ ૧૯ હજાર જેટલા દિવ્યાંગોની નોંધણી કરવામાં આવી છે. જેમને આ વર્ષે રૂ. ૧.૫૭ કરોડની વિવિધ સાધન સહાય પુરી પાડવામાં આવી છે. સમાજ સુરક્ષા અધિકારી ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ૧,૧૧૯ લોકોને આ વર્ષે એસ.ટી. બસ પાસ અપાઈ ચુક્યા છે. જેનાથી દિવ્યાંગો સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્સન યોજના અંતર્ગત જે દિવ્યાંગ બી.પી.એલ. કાર્ડ ધારક હોય અને ૮૦ % ડિસેબલીટી ધરાવતો હોય તેમને પ્રતિ માસ રૂ. ૬૦૦ પેન્સન આપવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં ૮૫૪ જેટલા દિવ્યાંગજનોને રૂ. ૩૦,૫૮,૮૦૦ રૂ. ની સહાય ચુકવવામાં આવી છે. સંત સુરદાસ યોજના હેઠળ ૯૩૦ લાભાર્થીને રૂ. ૪૦,૮૨,૪૦૦ ની સહાય ચુકવવામાં આવી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસાર્થે શિષ્યવૃતિ ચુકવવામાં આવે છે. જેમાં ૪૪૨ વિદ્યાર્થીઓને રૂ. ૫,૦૬,૫૦૦ ની સ્કોલરશીપ આપવામાં આવી છે. દિવ્યાંગોના લગ્ન પ્રસંગે રૂ. ૫૦ હજારની સહાય ચુકવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ૪૨ દિવ્યાંગોને રૂ. ૨૦ લાખની સહાય પુરી પાડવામાં આવી છે. દિવ્યાંગજનોમાં ઓટિઝમ, સેરેબ્રલ પલ્સી સહિતના મંદબુદ્ધિના બાળકોનો રૂ. ૧ લાખ સુધીનો વીમો લેવામાં આવે છે. નિરામય હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ ૨૧૩ બાળકોના રૂ. ૫૩,૫૦૦ ની કિંમતે ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે. દિવ્યાંગજન જો ઇલેક્ટ્રિક બાઈક લે તો સરકાર દ્વારા તેઓને રૂ. ૨૫ હજારની સબસિડીનો લાભ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ૩૪ દિવ્યાંગજનોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકોને પ્રતિ માસ રૂ. ૧૦૦૦ પેન્સન આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ૧૪૩૭ બાળકોને રૂ. ૬૦,૧૮૦૦ ની સહાય ચુકવવામાં આવી હોવાનું વિવિધ યોજનાના લાભો વર્ણવતા મેહુલકુમાર ગોસ્વામીએ જણાવ્યું છે. પાના નંબર-૨ પર પાના નંબર-૨ કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગજનોને યુનિક આઈ.ડી. કાર્ડ આપવાનું અભિયાન શરુ કરાયું છે. આધાર કાર્ડની જેમ આ કાર્ડ સમગ્ર દેશમાં વિવિધ યોજના માટે ઉપયોગી બનશે. રાજકોટ જિલ્લામાં હાલ સુધીમાં ૧૬,૩૪૪ કાર્ડ સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કાર્ડ ઈશ્યુ કરાયાનું ગૌરવ રાજકોટ કચેરીને મળ્યાનું અધિકારીશ્રીએ જણાવ્યું છે. દિવ્યાંગજનોને તેમના આઈ.ડી. બસ પાસ સરળતાથી મળી રહે તે પ્રકારે કચેરી ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર એક જ દિવસમાં તેઓને આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ કાર્ડ કઢાવવા માટે દિવ્યાંગજનોએ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેઓની દિવ્યાંગતનું મેડિકલ સર્ટિફિકેટ કઢાવવુ જરૂરી છે. દિવ્યંજનોને માસિક પેંશન, આરોગ્ય તેમજ શૈક્ષણિક સહાય તેમજ સાધન પુરા પાડી તેઓ પણ કોઈપણ બાબતે સામાન્ય માંણસથી પાછળ ન રહી જાય તેની પૂરતી તકેદારી સાથે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સધિયારો પૂરો પાડી રહી છે.

Related posts

Leave a Comment