‘‘હર ઘર દસ્તક’’ કાર્યક્રમ રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સપ્તાહમાં ત્રણ દિવસ યોજાનારી કોરોના રસીકરણની મેગાડ્રાઈવ

હિન્દ ન્યુઝ,

જિલ્લામાં ૧૦૨.૨૯ % લોકોને પ્રથમ અને ૭૩.૨૬ % બીજા ડોઝનું રસીકરણ સંપન્ન રાજકોટ તા. ૨ ડીસેમ્બર – કોરોનાની ત્રીજી વેવથી નાગરિકોને રક્ષણ પૂરૂં પાડવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ કાર્યક્રમ ‘‘હર ઘર દસ્તક’’ અન્વયે આરોગ્ય તંત્ર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના તમામ લોકો માટે સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિવારે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવ યોજાશે. ‘‘કોરોનાથી બચવા, સંપૂર્ણ કોરોના રસીકરણ એજ શ્રેષ્ઠ ઉપાય છે’’, આ સંદર્ભમાં વેક્સિન આપવાની કામગીરીનો વેગ વધારવા તથા વધુમાં વધુ લોકોને ઝડપથી રસીકરણનો લાભ મળી રહે તે હેતુથી આરોગ્યની ટીમ લોકોના ઘર-ઘર જઈ રસીકરણની કામગીરી કરી રહેલ છે. અશક્ત/વૃધ્ધ કે દિવ્યાંગ લોકોને પણ ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતાં કા(મદારોને એક પણ દિવસની રજા રાખવી ન પડે તે માટે મોબાઈલ ટીમ બનાવી તેઓની અનુકુળતા મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે. શહેરી વિસ્તારમાં રાત્રિના સમયે પણ રસીકરણ કામગીરી કરવામાં આવી રહેલ છે. સસ્તા આનાજની દુકાનોએ પણ આનાજ લેવા આવતા લોકોને રસી આપવાની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી માટે જિલ્લાના ૬૦૪ ગામોમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર અને સી.એચ.ઓ. તથા તેમની સાથે આશા બહેન મળી કુલ ૮૫૦ જેટલી ટીમો દ્વારા કુલ ૨૦૦૦ જેટલા કર્મચારીઓ કામગીરી કરશે. દરેક ટીમ ૧૦૦ થી ૧૨૦ ઘરની મુલાકાત લેશે. જેથી અંદાજિત ૧૦૦૦૦૦ (એક લાખ) જેટલા કુટુંબની દૈનિક મુલાકાત લેવામાં આવશે. ‘‘હર ઘર દસ્તક’’ કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૭૧૮૫૮ ઘરની મુલાકાત લઈ પ્રથમ ડોઝમાં બાકી રહેલ ૨૪૦૬૩ લાભાર્થી પૈકી ૯૪૭૯ લોકોને પ્રથમ ડોઝ અને બીજા ડોઝમાં બાકી રહેલ ૬૫૫૪૩ લાભાર્થી પૈકી ૪૧૩૭૯ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલ છે. નગરપાલિકા વિસ્તારમાં ૫૧૨૨૫ ઘરની મુલાકાત લઈ પ્રથમ ડોઝમાં બાકી રહેક ૧૮૫૫૯ લાભાર્થી પૈકી ૫૯૬૯ લોકોને પ્રથમ ડોઝ અને બીજો ડોઝ બાકી હોય તેવા ૧૮૬૩૧ લાભાર્થી પૈકી ૯૮૨૧ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલ છે. જીલ્લામાં ગઈકાલ સુધીમાં કુલ પ્રથમ ડોઝ ૧૧૨૦૬૯૮ (૧૦૨,૨૯ %) લોકોને જ્યારે બીજી ડોઝ ૮૦૨૫૯૬ (૭૩.૨૬%) લોકોનું રસીકરણ કરવામાં આવેલ છે. પાના નંબર-૨ પર પાના નંબર-૨ જીલ્લામાં અઠવાડીયામાં દર મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ૩ દિવસ મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. જેમાં દૈનિક ૫૦૦ જેટલા વેક્સિન સેશન્સનું આયોજન કરવામાં આવી રહેલ છે. અને દૈનિક ધોરણે સાંજે દરેક સેશનવાઈઝ / ટીમવાઈઝ કરવામાં આવેલ કામગીરીનો રીવ્યુ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવશે. દૈનિક ધોરણે ગામ વાઇઝ બાકી લાભાર્થી અંગેની માહિતી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપવામાં આવશે. આ લાભાર્થીઓને વેક્સિનેશન સેશન સાઈટ સુધી મોબિલાઈઝ કરવાની કામગીરી માટે જે તે ગામના તલાટીશ્રીઓને ફરજ સોંપવામાં આવેલ છે. અને આ કામગીરીનું સુપરવિઝન અને મોનિટરીંગ તાલુકા વિકાસ આધિકારી દ્વારા કરવામાં આવશે. આ કામગીરીના સુચારું સંચાલન માટે કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય તંત્ર સાથે જિલ્લા પંચાયતના વર્ગ-૧ ના લાયેઝન અધિકારીઓ અને ગ્રામ્ય કક્ષાએ પ્રા.આ.કે./ અર્બન યુનિટ દીઠ કર્મચારીઓ / અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવેલ છે. તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીઓના માર્ગદર્શનમાં તાલુકા હેલ્થ ઓફિસરઑ મામલતદારઓ, ચિફ ઓફિસર-નગરપાલિકાઓ, તાલુકા વિકાસ આધિકારીઓ વગેરે સાથે જરૂર જણાયે પોલીસ વિભાગના સ્ટાફનો પણ સહકાર મેળવી આ કામગીરીને સફળ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આપવામાં આવેલ છે. આ રસી અંગેની ખોટી માન્યતા કે અફવાથી ન ભરમાવા અને આડ અસર નહિવત હોવાથી તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રએ ખાસ ભાર પૂર્વક અપીલ કરી છે.

Related posts

Leave a Comment