જૂનાગઢ જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મતદારયાદી સુધારણા કામગીરીને ઝડપી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ નવેમ્બર મહિનામાં શ્રેષ્ડ કામગીરી કરનાર વંથલીના આસિસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ તા.૧/૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરી જૂનાગઢ જિલ્લામાં ચાલી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રિવ્યું બેઠક યોજાઇ હતી. જેમાં મતદારયાદીમાં વધુમાં વધુ મતદારો જોડાય અને કામગીરીને ઝડપી કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. દરમાસે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીને સન્માનીત કરવાના જિલ્લા કલેકટરના અભિગમ મુજબ સેવાસેતુ, કોવિડ, મતદારયાદી, મહેસુલી કામગીરી સહિતની નવેમ્બર મહિનામાં શ્રેષ્ઠ કામગીરી માટે વંથલીના આસિસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરીને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે, જૂનાગઢના આસિસ્ટન્ટ કલેક્ટર અંકિત પન્નુ, અધિક કલેક્ટર બાંભણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સરવૈયા, તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment