હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિકલાંગોને સમાન ત્તકો, સમાન અધિકારો મળે તથા વિકલાંગોમાં વિકાસલક્ષી પ્રવૃતિઓમાં પ્રગતિ કરે તે માટે “વિશ્વ વિકલાંગ દિન”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે વિકલાંગ મતદારોને મતદાર ઓળખકાર્ડ નોંધણી અને સુધારા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિકલાંગોને સમાજ સુરક્ષા વિભાગની યોજનાકીય આદેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે વિકસીત થવુ હોય તો આપણે સંવેદનશીલ હોવા જોઈએ, લોકોના કાર્યોને ઝડપથી વાંચા આપી પૂર્ણ કરવા અને તેમના પ્રત્યુતરો આપવા જોઈએ તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે વિકલાંગોએ તેમને લગતી યોજનાઓનો લાભ મેળવવા માટે યાચના કે વિનંતી કરવાની જરૂરી નથી, એ તેમનો અધિકાર છે તેમ પણ ઉમેર્યુ હતું. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોવિંદસિંહ રાઠોડએ વિકલાંગ મતદાતાઓના અધિકારો, વ્યવસ્થા મેળવવીએ તેમનો અધિકાર છે તેમ જણાવી વિસ્તૃત રીતે ઉપસ્થિતોને મતાધિકારના મુલ્ય વિશે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં ખંભાળીયા મામલતદાર કિશોર લુક્કા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રકાશભાઈ ખેરાડા, ખંભાળીયા ચીફ ઓફીસર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાઢેળ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા પુરવઠા વિભાગ તેમજ જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ અને વિકલાંગ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.